સુરત- સુરત સહિત રાજ્યભરમાં ગઈકાલથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઈ ચૂકયો છે ત્યારે આજથી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના તમામ ઝોન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Surat Nagar Prathmik Shikshan Samiti) સ્કૂલોમાં 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને રસીકરણ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે હાલ રાજ્ય અને શહેરોમાં ફરી પાછી કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઇ (Corona Gujarat Update)રહ્યો છે. ત્યારે કોરોનાનો હાઉ અટકાવવા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ પણ સતર્ક (Corona Fear)થઈ ચૂકી છે. કારણ કે આ પહેલા કોરોના ત્રીજા વેવમાં કોરોના વાયરસથી સૌથી વધારે વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયાં હતાં. જેને લઇને શહેર આરોગ્યની ટીમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.જે વિદ્યાર્થીઓને રસી બાકી છે એ તમામ વિદ્યાર્થીઓનું રસીકરણ (Vaccination of students) કરાવી રહી છે.
આ પણ વાંચો -પ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ કર્યો સરકારી શિક્ષણનો નિર્ણય, શું છે તેમની વિચારધારા
વિદ્યાર્થીઓના વાલીઓને સૂચના -આ બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું કે કોરોના કેસ પણ ધીમી ગતિએ વધી (Corona Fear)રહ્યા છે. કોરોના કેસ નિયંત્રણમાં રાખવા માટે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તે પહેલાં જ અમે લોકોએ તમામ ઝોનના અધિકારી સાથે મીટીંગ કરી હતી. અને જે તે ઝોનમાં આવનારી તમામ શાળાઓમાં (Surat Nagar Prathmik Shikshan Samiti) સૂચના આપી દેવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓની રસીકરણની પ્રક્રિયા બાકી છે એવા તમામ વિદ્યાર્થીઓની રસીકરણની (Vaccination of students) પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તથા શરદી, ખાંસી, તાવ તથા ગળામાં ખરાશ હોય (Corona Gujarat Update)તે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા નહીં અને તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટરમાં ચેકઅપ કરાવવું ફરજિયાત છે.
આ પણ વાંચો - ભલે પધાર્યા... પહેલાં દિવસે વિદ્યાર્થીઓનું આ રીતે થયું ભવ્ય સ્વાગત
શાળાઓમાં ગંદકી હશે તો કાર્યવાહી થશે -તેમણે વધુમાં જણાવ્યું કે આ આદેશ ગુજરાત રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યો હતો કે શહેરની તમામ (Surat Nagar Prathmik Shikshan Samiti) શાળાઓમાં નિયમિત સાફસફાઇ રહે. તે માટે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો આ દરમિયાન (Corona Fear) કોઈ ગંદકી કાં તો ખામીઓ જણાશે તો તે શાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.