ETV Bharat / city

કોરોના ઇફેક્ટ: સુરતની આ શાળા પરીક્ષા લીધા વિના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપશે

સુરતમાં કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે સંસ્કાર ભારતી વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના આગળના ધોરણમાં પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

etv bharat
સંસ્કાર ભારતી વિદ્યાલય
author img

By

Published : Mar 20, 2020, 4:57 PM IST

સુરતઃ કોરોના વાઇરસની અસર રોકવા માટે સરકાર દ્વારા 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ પરીક્ષાઓ પણ મોકૂફ કરવામાં આવી છે. પરીક્ષાને લઈને અસમંજસ ભર્યો માહોલ છે, ત્યારે સંસ્કાર ભારતી વિદ્યાલયે તમામ પરીક્ષાઓ રદ્દ કરી વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.

સુરતની આ શાળાએ કરી તમામ પરીક્ષાઓ રદ્દ, વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી
આ અંગે શાળાના ટ્રસ્ટી જગદીશ ઇટાલિયાએ કહ્યું કે, આ નિર્ણય બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન અગાઉ લેવાયેલ બન્ને મુખ્ય પરીક્ષા તથા ઇન્ટરનલ માર્કસના આધારે રિઝલ્ટ બનાવવામાં આવશે. બીજી તરફ સરકારના આદેશ મુજબ બન્ને માધ્યમમાં ધોરણ-5 અને ધોરણ-8માં વિદ્યાર્થીઓને જો 2 કે તેથી વધારે વિષયમાં 'E' ગ્રેડ આવેલો હશે, તો તેવા વિદ્યાર્થીઓને ફક્ત તે જ વિષયોમાં પુનઃપરીક્ષાની તક આપવામાં આવશે. આ ઉપરાંત બન્ને માધ્યમના ધોરણ-9 અને ધોરણ-11માં જો વિદ્યાર્થી નાપાસ થયા હશે, તો તે વિદ્યાર્થીઓને જે તે વિષયની પુનઃ પરીક્ષાની તક આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓને પુનઃપરીક્ષા આપવાની હશે, તે વિદ્યાર્થીઓને 23 માર્ચ સુધીમાં ટેલિફોનિક જાણ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને જે તે વિષયની પુનઃપરીક્ષાની તૈયારી કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.