- સુરત ગ્રામ્યમાં કોરોનાના કેસનો ગ્રાફ નીચે આવ્યા
- સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા
- માંગરોળમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું
સુરતઃ લોકોની જાગૃતિ અને કોરોના ગાઈડલાન્સના પાલનના કારણે સુરત ગ્રામ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, જેનો અંદાજ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 39 કેસ પરથી આવે છે. અહીં દિવસેને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ઘટી રહી છે.
આ પણ વાંચો- રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિનની ગેરમાન્યતા દૂર કરવા મનોવિજ્ઞાનના કર્મચારીઓની ટીમ મોકલાઈ
ગ્રામ્યમાં 909 દર્દી સારવાર હેઠળ
છેલ્લા 24 કલાકમાં ગ્રામ્યમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. જ્યારે માંગરોળમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું હતું. તો આ તરફ વધુ 76 દર્દીઓ સાજા થયા હતા. અત્યારે 909 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે.
આ પણ વાંચો- શું diagnostic centers કોરોનાકાળનો ફાયદો ઉઠાવી વધુ રૂપિયા ઉઘરાવી રહ્યાં છે?
સૌથી વધારે મહુવા તાલુકામાં કેસ નોંધાયા
સુરત ગ્રામ્યમાં કોરાના હવે કાબૂમાં આવી રહ્યો છે. ત્યારે આજે ગ્રામ્યમાં કોરાનાના માત્ર 39 કેસ જ નોંધાયા હતા. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,669 પર અને મુત્યુઆંક 471 પર પહોંચી ગયો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30,289 પર પહોંચી છે. કોરાનાના સૌથી વધુ કેસ મહુવા તાલુકામા નોંધાયા હતા. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો, ચોર્યાસીમાં 4, ઓલપાડમાં 1, કામરેજમાં 3,પલસાણામાં 3, બારડોલીમાં 9, મહુવામાં 15, માંગરોળમાં 4 કેસ નોંધાયા હતા.