ETV Bharat / city

સુરતની લોકમાન્ય સ્કૂલનો નિર્ણય વાલીઓ અને વિદ્યાર્થીઓને 'અમાન્ય', શા માટે થયો વિવાદ... - સાયન્સ ફાઉન્ડેશન અંગે લોકમાન્ય સ્કૂલમાં વિવાદ

સુરતમાં જાંગીપુરા વિસ્તારમાં આવેલી લોકમાન્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ (Surat Lokmanya school in controversy) વિરોધ નોંધાવ્યો (Students and parents protest in Surat) હતો. સ્કૂલ ટ્રસ્ટ દ્વારા શાળાના પ્રિન્સિપાલ (Lokmanya school principal resigns) અને તમામ સંચાલકો સહિતના શિક્ષકોનું રાજીનામું લઈ લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.

સુરતની લોકમાન્ય સ્કૂલનો નિર્ણય વાલીઓ અને વિદ્યાર્થીઓને 'અમાન્ય', શા માટે થયો વિવાદ...

author img

By

Published : May 9, 2022, 2:10 PM IST

Updated : May 9, 2022, 2:56 PM IST

સુરતઃ શહેરની જાંગીપુરા વિસ્તારમાં આવેલી લોકમાન્ય સ્કૂલની (Surat Lokmanya school in controversy) બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ (Students and parents protest in Surat) કર્યો હતો. સ્કૂલ ટ્રસ્ટે શાળાના પ્રિન્સિપાલ અને તમામ સંચાલકો સહિતના શિક્ષકોનું રાજીનામું (Lokmanya school principal resigns) લઈ લીધું હોવાથી આ હોબાળો થયો હતો. જોકે, સ્કૂલ ટ્રસ્ટના આ નિર્ણયનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

સાયન્સનું ફાઉન્ડેશન બન્યું વિવાદનું મૂળ કારણ

સાયન્સનું ફાઉન્ડેશન બન્યું વિવાદનું મૂળ કારણ - સ્કૂલમાં સાયન્સનું ફાઉન્ડેશન ઊભું કરવામાં (Controversy in Lokmanya School over Science Foundation) આવ્યું હતું, જેની ફી 27,000 રૂપિયાથી 40,000 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેના કારણે સ્કૂલ ટ્રસ્ટે પ્રિન્સિપાલ જિગ્નેશ પટેલ સહિતના શિક્ષકોને રાજીનામું આપી જતા રહેવા કહ્યું હતું. સ્કૂલ ટ્રસ્ટના આ નિર્ણયનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ (Students and parents protest in Surat) કર્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સ્કૂલ પ્રાંગણમાં ભેગા થઈ વિરોધ કર્યો હતો. જોકે, તેમના ટોળાંને જોતા સ્કૂલ ટ્રસ્ટે પોલીસને બોલાવી લીધી હતી.

વિદ્યાર્થીઓનો વિરોધ
વિદ્યાર્થીઓનો વિરોધ

આ પણ વાંચોઃ બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...

શિક્ષકોને જોઈને અમે અમારા બાળકોને અહીં ભણવા મૂક્યા છીએ - વિરોધ કરી રહેલા વાલીએ જણાવ્યું હતું કે, અમે અહીંના શિક્ષકોને જોઈને અમારા બાળકોને આ સ્કૂલમાં ભણવા મોકલ્યા હતા. પ્રિન્સિપાલ જિગ્નેશ પટેલ અને તેમનો સ્ટાફ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યું છે. જોકે, તેમને છેલ્લા 2 વર્ષથી ત્રાસ આપવામાં આવતો હતો. ત્યારે હવે તેમનું રાજીનામું (Lokmanya school principal resigns) લઈ લેવાતા અને સ્કૂલ ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ.

શિક્ષકોને જોઈને અમે અમારા બાળકોને અહીં ભણવા મૂક્યા છીએ: વાલીઓ

આ પણ વાંચોઃ Abhishek Select in Amazon : એમેઝોન દ્વારા કયા કારણોસર અભિષેકને 1.08 કરોડનું સેલેરી પેકેજ મળ્યું?

ફાઉન્ડેશન બનાવવાની વાતમાં વાલીઓને અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે - આ અંગે લોકમાન્ય શાળાના ટ્રસ્ટી જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ સંસ્થામાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓ જ રહ્યા છે અને વિદ્યાર્થીઓ જ રહેશે. સૌથી પહેલા અમે વિદ્યાર્થીઓનું હિત જ જોઈશું. અમારો ભૂતકાળ પણ એમ જ કહે છે કે, કેન્દ્રસ્થાને પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જ રહેશે. તે લોકોએ જ નક્કી કરવાનું હોય છે અને જે ફાઉન્ડેશન (Controversy in Lokmanya School over Science Foundation) બનાવવાની વાત છે. તેમાં વાલીઓને અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. જે ખૂલાસો કરવાનો છે. તે સ્કૂલ પ્રિન્સિપલ જિગ્નેશ પટેલ સાથે મળીને જે રીતે અમે કન્સેપ્ટ લાવવા માગી છીએ. એ તમામ બાબતો અને વાલીઓ સાથે મિટિંગ કરીને તેમની રજૂઆત કરવામાં આવશે. જિગ્નેશ પટેલે રાજીનામું આપ્યું છે અને આ રાજીનામા ઉપર યોગ્ય સમયે ચર્ચા કરવામાં આવશે.

Last Updated : May 9, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.