- રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર
- ઓક્સિજન પર રહેલા લોકોને સ્ટરાઇલ વોટર વાપરવાનું હોય છે
- લોકો સ્ટરાઇલ વોટરની જગ્યાએ સાધારણ પાણીનો વપરાશ કરે છે
સુરતઃ મ્યુકોરમાયકોસીસ વધવા પાછળ ઓક્સિજન માટે વોટરનો વપરાશ સામે આવી રહ્યો છે. કોરોના ફેઝ-2માં ક્રોનિક ઓક્સિજન થેરાપી આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજન આપવાની ફરજ પડી છે. હોસ્પિટલમાં આ જગ્યા ન હોવાના કારણે આઇસોલેશન સેન્ટર અને કેટલાક કેસોમાં ઘરે લોકો ઓક્સિજન લઇ રહ્યા છે પરંતુ જે દર્દીઓ હાલ ઓક્સિજન પર છે તેમને સાવધાન રહેવાની જરૂર છે. કારણકે જે રીતે હાલ દેશભરમાં મ્યુકોરમાયકોસિસ કેસોની સંખ્યા વધી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં
આ રોગના કારણે અનેક લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી
આ રોગના કારણે અનેક લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી છે, એટલું જ નહીં કેટલાક લોકોમાં ફંગસ મસ્તિષ્ક સુધી પહોંચી જાય તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ રોગથી બચવા માટે ઓક્સિજન લઈ રહેલા રોગીઓને કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
સહેલાઈથી મળી શકે છે
મ્યુકોરમાયકોસિસ થવા પાછળનું મુખ્ય કારણ દર્દીઓને આપવામાં આવી રહેલા સ્ટીરોઇડ અને ઓછી ઇમ્યુનિટી હોવાનું સામે આવી રહ્યું છે. આ વચ્ચે નિષ્ણાતો માની રહ્યા છે કે, આ સિવાય પણ આ રોગ થવા પાછળનું મુખ્ય કારણ ઓક્સિજનમાં વપરાતા હ્યુમિડીફાયરમાં નળનું પાણી છે. ઘણા લોકો ઘરે ઓક્સિજન સાથે સારવાર મેળવી રહ્યા છે. લોકોને ખબર નથી પડતી કે ઓક્સિજન માટે જે પાણી વાપરવામાં આવતું હોય છે તે ખાસ મેડિકલ સાયન્સના માપદંડ પ્રમાણે હોય છે. લોકો તેમાં ઘરના પાણીનો વપરાશ કરે છે એટલું જ નહીં ઘણા સમય સુધી આ પાણી બદલતા પણ નથી. ઓક્સિજન સિલિન્ડરમાં જે ખાસ પાણી વાપરવામાં આવે છે તેને સ્ટરાઈલ વોટર કહેવાય છે. તે કોઈપણ વ્યક્તિને સહેલાઈથી મળી શકે છે. જેથી ડોક્ટરો આ પાણીના વપરાશ માટે સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં આજથી મ્યૂકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ થશે
પ્રશિક્ષિત નથી તેવા લોકો સ્ટરાઈલ વોટરની જગ્યાએ નળના પાણીનો વપરાશ કરી રહ્યાં છે
કોરોનામાં સ્ટીરોઇડ આપવામાં આવે તેવા કેસો વધારે નથી. તેમ છતાં તેમને આ રોગ થઈ રહ્યો છે. આ રોગ જે રીતે વધી રહ્યો છે તેની પાછળનું વધુ એક કારણ ઓક્સિજનમાં વપરાતો હ્યુમિડીફાયર છે. ડ્રાય ઓક્સિજન જ્યારે દર્દીને આપવામાં આવે છે ત્યારે મોઈશ્ચર બની રહે આ હેતુથી હ્યુમિડીફાયરમાં ખાસ મેડિકલ ગુણવત્તા આધારિત સ્ટરાઈલ વોટર નાખવામાં આવતું હોય છે. આ વખતે હોસ્પિટલ સિવાય આઇસોલેશન સેન્ટર અથવા તો ઘરે લોકોને ઓક્સિજન લેવાની ફરજ પડી છે. આવી પરિસ્થિતિમાં સારી રીતે જે પ્રશિક્ષિત નથી તેવા લોકો સ્ટરાઈલ વોટરની જગ્યાએ નળના પાણીનો વપરાશ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે અમારા ટેપ વોટરમાં ઘણા પ્રકારના ઓર્ગેનિઝમ હોઈ શકે છે જો આ પાણી ઘણા સમય સુધી રહે તો તેમાં ફંગસ ઉત્પન્ન થવાની સ્થિતિ સર્જાઇ શકે છે.- ગુજરાતના સીનિયર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અતુલ અભયંકર
હ્યુમિડીફાયરમાં પાણી બદલવામાં આવતું નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રોગને નાથવા માટે લોકોને નળના પાણીની જગ્યાએ ઓક્સિજન આપતી વખતે સ્ટરાઈલ વોટર વાપરવું જોઇએ અને સાથે જ 24 કલાકમાં બે વખત પાણી બદલવું જોઈએ. એટલું જ નહીં જે હ્યુમિડીફાયર છે તેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર ઓક્સિજનના દર્દીઓને આપવામાં આવતા હ્યુમિડીફાયરમાં પાણી બદલવામાં આવતું નથી અને ફંગસ ઉત્પન્ન થાય છે. જેના કારણે આ રોગ પ્રસરી રહ્યો છે.