ETV Bharat / city

રાહુલ ગાંધી વિવાદિત ટિપ્પણી મામલે નિવેદન આપી સુરત કોર્ટથી રવાના

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા છે. જોકે, આજે તેઓ કોઈ રાજકીય પ્રચાર માટે નહીં, પરંતુ કોર્ટમાં હાજરી આપવા આવ્યા છે. રાહુલ ગાંધી પર આક્ષેપ છે કે, તેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા છે.

રાહુલ ગાંધી વિવાદિત ટિપ્પણી મામલે નિવેદન નોંધાવવા સુરત કોર્ટ પહોંચ્યા

author img

By

Published : Oct 29, 2021, 3:32 PM IST

Updated : Oct 29, 2021, 5:05 PM IST

  • લોકસભાની ચુંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને ટીપ્પણી કરી હતી
  • આ કેસમાં વધુ બે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા
  • સુરત કોર્ટમાં રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે ત્યારબાદ તેઓ એરપોર્ટ પરથી પરત દિલ્હી ફરશે

સુરતઃ મોદી સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ કર્યો હતો. ત્યારે આ કેસની સુનાવણી માટે આજે રાહુલ ગાંધી સુરત પહોંચ્યા છે. જોકે, રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસના નેતાઓ અને પ્રભારી પણ એક દિવસ પહેલા જ સુરત પહોંચી ગયા હતા. સુરતમાં રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને ત્યારબાદ તેઓ એરપોર્ટ પરથી પરત દિલ્હી ફરશે.

આ પણ વાંચો- 'મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી' મુદ્દે રાહુલ ગાંધી આવતીકાલે સુરત ચીફ કોર્ટમાં રહેશે હાજર

લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કરી હતી ટિપ્પણી

આપને જણાવી દઈએ કે, ગઈ લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને ટિપ્પણી કરી હતી. તેવો આક્ષેપ રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદીએ કર્યો હતો. તેને લઈને સુરતમાં પશ્ચિમના ધારાસભ્ય અને હાલમાં પ્રધાન બનેલા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં અગાઉ 2 વખત રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપી ચૂક્યા છે. આ કેસમાં વધુ બે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, જેથી રાહુલ ગાંધીને ફર્ધર સ્ટેટમેન્ટ માટે આજે સુરતની કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મામલો : સુરત કોર્ટે રાહુલ ગાંધીને આગામી તા.29મીએ હાજર રહેવાનો હુકમ કર્યો

રાહુલ ગાંધીના આગમનના એક દિવસ પહેલા કોંગી નેતાઓને સુરતમાં ધામા

રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપશે. જોકે, તેમના આગમનને લઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો સુરતમાં જમાવડો થઈ રહ્યો છે. અહીં ગુજરાત કોંગ્રેસ પ્રભારીથી લઈને અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું સ્વાગત કરવા કોંગ્રેસના કાર્યકરો સુરતમાં એકઠા થયા છે. રાહુલ ગાંધી 3 વાગ્યે રાહુલ ગાંધી સુરત કોર્ટ પહોંચ્યા હતા. અહીં તેઓ નિવેદન આપીને અંદાજિત 5 વાગ્યા બાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

ત્રિદિવસીય ચિંતન શિબિર યોજશે

રાહુલ ગાંધીના આગમનને લઈને સુરત પોલીસ પણ સતર્ક થઈ છે. સુરતમાં પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વધુમાં કોંગ્રેસ નેતાઓને દિશાસૂચન કરવા લાભ પાંચમ પછી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત 3 દિવસ ગુજરાત રોકાશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું.

'બધા ચોરની અટક મોદી કેમ છે' નિવેદનથી મોદી સમાજની લાગણી દુભાઈઃ પૂર્ણેશ મોદી

તો રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કરનારા પૂર્ણેશ મોદી પણ સુરતની કોર્ટમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં મોદી સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તે વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી જ કેમ હોય છે. તેમના આ નિવેદનથી મોદી સમાજની લાગણી દુભાઈ હોવાથી તેમની સામે કેસ કર્યો છે.

Last Updated : Oct 29, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.