ETV Bharat / city

કોણ પુષ્ટિ કરશે કે PM Modi 18 કલાક કામ કરે છે તેમની પત્ની પણ સાથે રહેતી નથી : Congress leader Gaurav Vallabh Pant

કોંગ્રેસના નેતા (Congress leader Gaurav Vallabh Pant) આજે સુરતની મુલાકાતે હતાં. તેઓ એમેઝોન કંપની દ્વારા લાંચ મામલે તેઓ ચર્ચા કરવા આવ્યા હતાં .જોકે કેન્દ્ર સરકાર સામે અનેક પ્રહાર કરતાં એવી પણ ટિપ્પણી કરી હતી જે PM Modi ના અંગત જીવનને સ્પર્શે છે.

કોણ પુષ્ટિ કરશે કે PM Modi 18 કલાક કામ કરે છે તેમની પત્ની પણ સાથે રહેતી નથી : Congress leader Gaurav Vallabh Pant
કોણ પુષ્ટિ કરશે કે PM Modi 18 કલાક કામ કરે છે તેમની પત્ની પણ સાથે રહેતી નથી : Congress leader Gaurav Vallabh Pant
author img

By

Published : Oct 7, 2021, 7:35 PM IST

  • એમેઝોન કંપની દ્વારા રૂપિયા 8564 કરોડની લીગલ ફી મામલે કોંગ્રેસ પાર્ટી આક્રમક
  • '18 કલાક સુધી કામ કરીને 14 કરોડ લોકો બેરોજગાર થાય તો હું ઈચ્છું છું કે વડાપ્રધાન આરામ કરે' : પંત
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે અને નકલી સરકાર નહીં બનેે: કોંગ્રેસ નેતા

સુરત : કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભ પંત (Congress leader Gaurav Vallabh Pant) આજે સુરતની મુલાકાતે હતા. તેઓે એમેઝોન કંપની દ્વારા લાંચ મામલે તેઓ ચર્ચા કરવા આવ્યા હતાં. જોકે કેન્દ્ર સરકાર સામે અનેક પ્રહાર કરતાં પંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) મુખ્યપ્રધાનથી શરુ થયેલ રાજકીય સફરને 20 વર્ષ થયાં અંગે પણ પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે 'કોણ પુષ્ટિ કરશે કે તેઓ 18 કલાક સુધી કામ કરે છે તેમની પત્ની તેમની સાથે તો રહેતી નથી અમે કોને પૂછીશું કે તેઓ 18 કલાક સુધી કામ કરે છે ? 18 કલાક સુધી કામ કરીને 14 કરોડ લોકો બેરોજગાર થાય તો હું ઈચ્છું છું કે વડાપ્રધાન આરામ કરે..'

કોંગ્રેસનો આક્રમક મિજાજ

એમેઝોન કંપની દ્વારા રૂપિયા 8564 કરોડની લીગલ ફી મામલે કોંગ્રેસ પાર્ટી આક્રમક થઇ છે. કોંગ્રેસના (Congress leader Gaurav Vallabh Pant)) પ્રવક્તા ગૌરવ વલ્લભ પંત આજે સુરતની મુલાકાતે હતાં અને આ મુદ્દે તેઓએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં. તેઓએ બે વર્ષમાં ભારત સરકારને એમેઝોન કંપની દ્વારા 8546 કરોડની કાનૂની ફી ચૂકવવાનો મુદ્દો ઉઠાવવા સાથે જ્યૂડિશિયલ તપાસની માગણી પણ તેઓએ કરી હતી. ગૌરવ વલ્લભ પંતે ETV Bharat ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી.

કોણ પુષ્ટિ કરશે કે PM Modi 18 કલાક કામ કરે છે તેમની પત્ની પણ સાથે રહેતી નથી

અમે નાગપુરથી સફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસની હાર થઈ છે તે અંગે ગૌરવ વલ્લભ પંતે (Congress leader Gaurav Vallabh Pant) જણાવ્યું હતું કે, અમે સફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. નાગપુરથી આ શરૂઆત થઇ છે અને ફરી એક વખત 2017ની જેમ અમે પરત આવીશું. સાથે તેઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નકલી નહીં પરંતુ સાચી સરકાર ગુજરાતમાં આવશે તેઓ પણ દાવો કર્યો છે. હાઇકોર્ટ દ્વારા પણ કોરોના કાળમાં જે કાર્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેની અનેક ટીકાઓ કરવામાં આવી છે લોકોને હાલાકી પડી છે જે લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.

ગેસમાં એક વર્ષમાં આશરે રોજે એક રૂપિયાનો વધારો

મોંઘવારી અંગે તેઓએ જણાવ્યું હતું કે દિવસેને દિવસે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાદ્યતેલો સહિતના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગેસના ભાવમાં છેલ્લા એક વર્ષમાં આશરે રોજે એક રૂપિયાનો વધારો નોંધાઈ રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.

મોર પક્ષી સાથે રમવાનું કામ કરવું હોય તો હું કહીશ કે આવું કામ કોઈ નહીં કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મુખ્યપ્રધાન તરીકે શરૂ કરેલા કાર્યકાળને આજે 20 વર્ષ થઈ ગયાં છે. ભાજપના નેતાઓ કહે છે કે તેઓ એક દિવસની પણ રજા લીધા વગર સતત કાર્યશીલ રહ્યાં છે. આ અંગે ગૌરવ પંતે (Congress leader Gaurav Vallabh Pant) જણાવ્યું હતું કે, 'આ માત્ર ખોટી બાબતો છે કોઈ જોવા ગયું નથી કે તેઓ 18 કલાક સુધી નોકરી કરી હોય. પત્ની સાથે પણ રહેતાં નથી તો કોણ કહેશે કે તેઓ કલાકો સુધી કામ કરે છે. જો મોર પક્ષી સાથે રમવાનું કામ કરવું હોય તો હું કહીશ કે આવું કામ કોઈ નહીં કરે. જેટલો સમય તેઓએ મોર પાછળ આપ્યો તેટલો સમય જો મેન્યુફેક્ચરીંગ કંપનીને આપ્યાં હોત તો આજે બેરોજગારીની પરિસ્થિતિ ઉત્પન્ન ન થઈ હોત. દેશનો GDP નેગેટિવમાં ચાલી ગઈ છે તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે 20 સાલ બેમિસાલ.'

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના સૂચન બાદ સુરત મહાનગરપાલિકા ભવન 16 માળની જગ્યાએ બનશે ગગનચુંબી ઇમારત

આ પણ વાંચોઃ PM મોદીએ દેશને સમર્પિત કર્યા 35 ઑક્સિજન પ્લાન્ટ, ઉત્તરાખંડના CMની પીઠ થપથપાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.