- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ વિરોધનાં વંટોળ શરૂ
- 30 વોર્ડની 120 બેઠકો પર 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે ચૂંટણી
- વિરોધ થતા ઉમેદવારે કહ્યું, "ઘરનો મામલો છે, બેસીને નિરાકરણ લાવીશું"
સુરત: સુરતમાં કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ઉમેદવારોની યાદી જાહેર થતાં જ વિરોધનો સૂર ઉભો થયો છે. વોર્ડ નંબર 17માં ધીરજ લાઠીયાને ટિકિટ આપવામાં આવી છે. જેને લઇને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.
સુરતનાં વોર્ડ નંબર 17માં કોંગ્રેસે ધીરજ લાઠીયાને ટિકિટ આપતા વિરોધ વોર્ડમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશેકોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 17માં ધીરજભાઈ લાઠીયાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે કાર્યકરોએ 'ધીરજ લાઠીયા નહીં ચાલે' તેવા નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ધીરજ લાઠીયાને જો ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટીએ આ વોર્ડમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. જ્યારે આ અંગે ધીરજે જણાવ્યું છે કે, પરિવારનાં સભ્યો નારાજ થાય ત્યારે બેસીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.