ETV Bharat / city

રાજ્ય સરકારે DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકો માટે મંજૂરી આપી હોવાથી સુરતના આયોજકોમાં ખુશી - કલાકારોને રોજગારી

રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકો અંગે ચર્ચા કરી હતી. ત્યારે રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોને છૂટ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકો માટે મંજૂરી આપી હોવાથી સુરતના આયોજકોમાં ખુશી

author img

By

Published : Sep 9, 2021, 1:35 PM IST

  • રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં નવરાત્રીની ઉજવણી અંગે કર્યો નિર્ણય
  • કેબિનેટ બેઠકમાં DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકો અંગે ચર્ચા થઈ હતી
  • સરકારે પરિપત્ર બહાર પાડી DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોને આપી છૂટ

સુરતઃ નવરાત્રીઓના રસિકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકો અંગે ચર્ચાઓ કરી હતી. ત્યારે રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોને છૂટછાટ આપવામાં આવી છે.

આ પણ વાંચો- જામનગરમાં નવરાત્રી જેવો માહોલ, કોરોનાકાળમાં Yog Garba માં જોડાયાં શહેરીજનો

સરકારે પરિપત્ર બહાર પાડી આપી મંજૂરી

રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ એમ જાણવા મળ્યું હતું કે, આ બેઠકમાં છેલ્લા વર્ષથી DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોનો આ વ્યવસાય એક દમથી બંધ પડેલો છે. એટલે આ લોકો પોતાની રોજગારી છીનવાઈ ગઈ છે પણ આજે આ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોના અંગે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ સાંજે રાજ્ય સરકારે DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોને છૂટછાટ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક તેમ જ સામાજિક પ્રસંગોમાં બેન્ડ, DJ વગાડવામાં આવે તો સરકાર દ્વારા જે રીતે વ્યક્તિઓની મર્યાદાઓ છે. તે રીતે DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોને છૂટછાટ આપવામાં આવી છે.

સરકારે પરિપત્ર બહાર પાડી DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોને આપી છૂટ
આ પણ વાંચો- રાજ્યમાં હજુ પણ ગરબાના આયોજનને લઈને અસમંજસનવરાત્રીમાં કોરોનાની ગાઈડલાઈનનું કેટલું પાલન થશે તે મોટો પ્રશ્ન

રાજ્ય સરકારે DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકોને છૂટછાટ આપવામાં આવી છે. તો શું ગરબા પણ થશે? અને ગરબા થશે તો મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ જોવા મળશે, જેથી કોરોનાની ત્રીજી લહેરને આવતા વાર નહીં લાગે. સરકારની કોવિડની તમામ ગાઈડલાઈનનું કેટલું પણ પાલન કરવામાં આવે પણ તે નવરાત્રીના તહેવારોમાં શક્ય નથી. જો નવરાત્રી થશે તો ત્રીજી લહેર આવાની શક્યતાઓ વધી જશે એવું માની શકાય છે અને રાજ્ય સરકારે તો ત્રીજા લહેરને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ગરબા થાય તો કલાકારોને રોજગારી મળે

તો આ બાબતે સુરતના એક ગરબા આયોજકે કહ્યું હતું કે, હું સુરતનો એક ગરબા આયોજક તરીકે છેલ્લા 17 વર્ષથી નવરાત્રીનું આયોજન કરી રહ્યો છું. અમે લોકો જ્યાં સુધી ગરબાની વાત છે તો ગરબા તો થવા જ જોઈએ. એટલે આપણે એને ચોક્કસપણે એનો લ્હાવો બધાને મળવો જ જોઈએ પણ જે રીતે સરકારને ત્રીજી લહેરનો ભય છે. તે જ રીતે કોમર્શિયલ ગરબાનું આયોજન ન જ થવું જોઈએ પણ સાથે અમારા જે આર્ટિસ્ટ લોકો છે સાઉન્ડવાળા છે લાઈટ વાળા છે. તે લોકોને રોજગારી મળે એ લોકો છેલ્લા દોઢથી બે વર્ષથી ઘરે એમને એમ બેઠા છે.

શેરી ગરબા અને સોસાયટીના ગરબાથી કલાકારો કમાઈ શકશે

આવા કલાકારોને રોજગાર મળી રહે એ હેતુ સર એ લોકોને ચોક્કસ પણે શેરી ગરબા અને સોસાયટી ગરબાનું આયોજન થવું જોઈએ અને એની સરકારે મંજૂરી આપવી પણ જોઈએ. ભલે અમે લોકો ગરબા આયોજકો એક વર્ષ હજી ગરબા નહીં કરીયે તો બહુ મોટો ફરક પડવાનો નથી પણ એનાથી અમે નઈ કરીએ તો શેરી ગરબા અને સોસાયટી ગરબાનું જો આયોજનની મંજૂરી મળે તો અમારા આર્ટિસ્ટ્સ સાઉન્ડ લાઈટ ડીજે એ લોકોને ઘણો મોટો રોજગાર મળી શકે એવું મારું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.