સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University) દ્વારા નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અને પરીક્ષા માટે ભરવામાં આવતા ફોર્મમાં વોટીંગ આઇડી કાર્ડ(Voter ID card Oppose to University) ફરજીયાત રીતે અપલોડ કરવાનું રહેશે. તેઓ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો છે. જેને લઈને યુનિવર્સિટીના સેનેટ સભ્ય(Member of the Senate of the University) ભાવેશ રબારી દ્વારા કુલપતિને આ નિર્ણય રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: દીવાલ વિનાનું શિક્ષણ : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે અભ્યાસનો અનોખો માહોલ
ફોર્મ ભરતી વખતે વોટીંગ ID કાર્ડ ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે - વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ નવા જાહેરનામા કે જેમાં નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ અને પરીક્ષા માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની હવેથી ફોર્મ ભરતી વખતે વોટીંગ ID કાર્ડ ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. તેવું જાહેરનામું બહાર પડતા તેનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઇને યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા આ બાબતને લઈને કુલપતિને આવેદન પત્ર(Application letter to the Chancellor) આપી આ જાહેરનામું રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી પાસે વોટીંગ આઇડી કાર્ડ(Voting ID card) નહિ હશે તો એ વિદ્યાર્થીને અમે વ્યક્તિગત રીતે છૂટ આપીને તેનું ફોર્મ અમે લઈશું. યુનિવર્સિટી દ્વારા અગાઉ સપ્ટેમ્બર માસના શૈક્ષણિક વર્ષ 2022-23ના અંતે લેવાનારી પરીક્ષામાં SYઅને TYમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કે જેઓ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય એમને આ વોટિંગ આઈડી કાર્ડ અપડેટ આપવા માટે કહેવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં એવી ખાતરી - યુવાનો પાસે રાષ્ટ્રીય ઓળખ(Young people have a national identity) હોવી જરૂરી છે. આપણે જાણીએ છીએ એમ 45, 60, 70 ટકા મતદાન થાય છે. જેથી આ મતદાનની ટકાવારી વધે યુવાનોમાં મતદાતાઓની જાગૃતા(Awareness of voters among the youth) પણ વધે અને વોટીંગ ID નજીક જાય એના માટે આ પ્રયત્નો કરવામાં આવ્યા છે. એનાથી વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં એવી ખાતરી આપું છું.
વોટર આઇડી કાર્ડ રાષ્ટ્રીય ઓળખ છે - જો કોઈ વિદ્યાર્થી પાસે વોટીંગ આઇડી કાર્ડ નહિ હશે તો એ વિદ્યાર્થીને અમે વ્યક્તિગત રીતે છૂટ આપીને તેમનું ફોર્મ અમે લઈશું. વોટીંગ ID કાર્ડ ભારતીય લોકશાહીની પ્રતીક છે. રાષ્ટ્રીય ઓળખ યુવાનોને નહીં મળે તે માટેના પ્રયાસ છે. નવ યુવાનો રાષ્ટ્રીય ઓળખ મળે તે પ્રકારનો અમારો પ્રયત્ન છે. વોટર આઇડી કાર્ડ રાષ્ટ્રીય ઓળખ છે અને આધારકાર્ડ તેની આર્થિક ઓળખ છે.
વોટીંગ આઈડી કાર્ડ ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે - રાજકીય પક્ષો અને વ્હાલા થવા માટે ક્યાંકને ક્યાંક આ નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ પાડવામાં આવ્યું છે કે, વોટીંગ આઈડી કાર્ડ ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, તે ફરજિયાત નહીં રહેવું જોઈએ મરજીયાત રહેવું જોઈએ. જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે સપ્ટેમ્બર 2022થી શરૂ થતી પરીક્ષા માટે છે. પરંતુ આને તો નવા સત્રથી અમલમાં લઈ લીધો છે. 15 જૂનથી શરૂ થઈ રહી છે તેના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓ પાસે વોટીંગ આઇડી કાર્ડ હોય તો જ ભરી શકાય - દસ દિવસ પછી પરીક્ષા શરૂ થાય છે. એમાં વિદ્યાર્થીએ પોતાનો વોટીંગ આઇડી કાર્ડ બનાવવા જાય અથવા પરીક્ષાની તૈયારી કરે અને આખા ગુજરાતમાં કોઈપણ યુનિવર્સિટીમાં આવો નિયમ બનાવવામાં આવ્યો નથી.
વોટીંગ ID કાર્ડ અપલોડ કરો તો જ પરીક્ષા આપવામાં આવે આ માત્રને માત્ર રાજકીય પક્ષો અને વ્હાલા થવા માટે ક્યાંકને ક્યાંક તેનું વોટિંગ કાર્ડના ડેટા લિંંક શેર કરવા માટે આ કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આની માટે વિદ્યાર્થીઓને અપીલ કરી શકાય જાગૃતિ લાવી શકાય. વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ થઇ શકે તેની માટે કોલેજ કેમ્પસમાં વોટીંગ ID કાર્ડ બનાવવા માટે હેલ્પ ડેસ્ક બોલવાની જરૂર છે. એમાં ડાયરેક્ટ તેનું ફોર્મ અટકાવી દેવામાં આવે છે. એ પણ કેવા વિદ્યાર્થીઓ તેનો હાલ તો 18 વર્ષ પણ પૂર્ણ થયા નથી.
નિર્ણય પાછો ખેંચવો જોઈએ - વિદ્યાર્થી TYની અંદર આવે ત્યારે તે 18 વર્ષ પૂર્ણ થયો હોય છે. હા કોઈ વિદ્યાર્થી મોડે અભ્યાસ હોય તો તે SYની અંદર આવે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ 18 વર્ષના પણ હોતા નથી. પરંતુ જે વિદ્યાર્થી 18 વર્ષનો છે જ નથી તેની પાસે તમે વોટીંગ ID કાર્ડ અપલોડ કરવા માટે કહો છો. જે વિદ્યાર્થી 18 વર્ષનો થઈ પણ ગયો છે. તમે તેને કહો છો તમે પહેલા વોટીંગ આઇડી કાર્ડ બનાવી લાવો, પરીક્ષા આપો. આ પ્રકારનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
કોના કહેવા પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો - આ પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ વિવાદ થતાં આ નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, ફરી પાછી 8 મહિના પછી આ નિર્ણય લેવામાં આવ્યો. કોના કહેવા પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો ચૂંટણી પંચે તો આ કહ્યું નથી. પરંતુ હા જો કોઈ રાજકીય પક્ષે તેને કહ્યું હોય કે તમે અમારી માટે આ ડેટા ભેગા કરો.એના માટે આ કરવામાં આવી રહ્યું છે.