ETV Bharat / city

સીએમ વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રુપાની પેજ પ્રમુખ અભિયાનમાં જોડાયા - BJP state president c. R. Patil

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે હતા. જ્યાં તેમણે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. ગુજરાત ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહેલા પેજ પ્રમુખ અભિયાનમાં સીએમ રૂપાણી એક સામાન્ય કાર્યકર્તાની જેમ જોડાયા હતા. સીએમ રૂપાણીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા પેજ પ્રમુખનું કાર્ડ આપવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે તેમના પત્ની અંજલિ રુપાણી પણ પેજ પ્રમુખ બન્યા છે.

સીએમ વિજય રૂપાણી
સીએમ વિજય રૂપાણી
author img

By

Published : Dec 12, 2020, 4:06 PM IST

  • સીએમ રૂપાણી અને તેમના પત્ની પેજ પ્રમુખ અભિયાનમાં જોડાયા
  • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સીએમને પેજ પ્રમુખનું કાર્ડ આપવામાં આવ્યું
  • મુખ્યપ્રધાને સુરત મુલાકાત દરમિયાન વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા

સુરત: સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ કાર્ય પદ્ધતિ રહી છે કે, પાર્ટી જે નક્કી કરે તે યોજના બધા કાર્યકર્તાઓને લાગુ પડે છે. પછી ભલે તે મુખ્યપ્રધાન હોય કે, બૂથનો કાર્યકર્તા હોય. વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા આખા પ્રદેશમાં 50 હજાર બૂથના કાર્યકર્તાઓની યાદી અને પેજના એક-એક પ્રમુખ સંગઠનની દરેક વ્યવસ્થાનો અભિગમ સાથે પ્રારંભ કર્યો છે. તો મારા વિસ્તારમાં હું પણ પહેલા કાર્યકર્તા છું ત્યારબાદ મુખ્યપ્રધાન છું. મારા વિસ્તારમાં એક પેજની જવાબદારી મારી છે અને પેજ પ્રમુખ તરીકે મેં પણ મારી સમિતિ સબમીટ કરી છે. દરેક પેજ પ્રમુખને ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે. આજે મને પણ આવી જ રીતે પાર્ટી તરફથી ઓળખકાર્ડ આપવામાં આવ્યું છે. મારી પત્નીને પણ પેજ પ્રમુખનું ઓળખકાર્ડ આપવામાં આવ્યું છે. તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

સીએમ વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રુપાની પેજ પ્રમુખ અભિયાનમાં જોડાયા
પેજ કમિટી અભિયાન સવા બે કરોડ મતદારો સુધી પહોંચવાની તૈયારી

ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા બાદ નવસારીના સાંસદ સી. આર. પાટીલે વિધાનસભાની 182 બેઠકો જીતવા માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. જેની રણનીતિના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં પેજ કમિટી અભિયાન શરુ કરી રાજ્યના સવા બે કરોડ મતદારો સુધી પહોંચવાની તૈયારી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.