ETV Bharat / city

CM in Surat: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, સુરત મીની ઇન્ડિયા બની ગયું છે - વિકાસના કામોનું લોકાર્પણ

સુરતમાં આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Cm in surat)ના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 4888 અને સુડા દ્વારા તૈયાર થયેલા 812 આવાસો ફાળવામાં આવ્યા.

Cm in Surat: સુરત મીની ઇન્ડિયા બની ગયું છે. સુરત સોનાની મુરત સાકાર કર્યું છે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

author img

By

Published : Dec 26, 2021, 6:50 PM IST

સુરત: આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(Cm in surat)ના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે, સુરત મીની ઇન્ડિયા (surat mini india) છે. સુરત સોનાની મુરત સાકાર કર્યું છે.

વિવિધ વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

સુરતમાં આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 4888 અને સુડા દ્વારા તૈયાર થયેલા 812 આવાસો ફાળવામાં આવ્યા. 64.66 કરોડ રૂપિયાના ખર્ચે સાકારિત આવાસો, દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી, સિવીક સેન્ટર સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તે ઉપરાંત 133.22 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થવા જઇ રહેલા પ્રધાનમંત્રી આવાસ, ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ, મગોબ ખાડી બ્રિજ, સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન, વરસાદી ગટર સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તથા વડાપ્રધાન કલ્યાણનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને 10 હજારના ચેક વિતરણ આપવામાં આવ્યા.

નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી વિકાસના કામોમાં પૈસાની કમી નહિ પડે

મુખ્યપ્રધાને કહ્યું હતું કે, દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ (Atal bihari vajpeyi) નિમિત્તે રાજ્યના સુશાસન દિવસની ઉજવણી થઇ રહી છે. આજે બીજા દિવસે શહેરી વિકાસ અંતર્ગત સુરત મહાનગરપાલિકાને અનેક પ્રકારની ભેટ મળી રહી છે. સુશાસન એટલે ગુડ ગવર્નર એવી શાસન વ્યવસ્થા ગ્રામીણ શહેરી દરેકને રોટી-કપડા-મકાન પાયાની જરૂરિયાત સરળતાથી મળી રહે એટલું જ નહીં પાણી વીજળી રોજગાર જેવી આજીવિકા નાગરિક સુરક્ષા વિનામૂલ્યે ઉપયોગ થાય, ગુજરાતમાં સુરત મીની ઈન્ડિયા તરીકે જાણીતું છે એ આપણે સૌ જાણીએ છીએ. એમાં પણ સુરતની ટેક્સટાઇલ માર્કેટ દેશના જુદા જુદા રાજ્યોમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે.

સુરત મીની ઈન્ડિયા તરીકે જાણીતું

ઇન્ડિયામાં સુરત મીની ભારત તરીકે લઘુ ઉદ્યોગ બની ગયું છે. સુરત સૌને રોટલો અને વિરામ એમ બેન્ને આપ્યા છે. આ રીતે સુરત સોનાની મુરત તરીકે સાકાર થઇ રહ્યું છે. ગુજરાતના ઇતિહાસ અને વર્તમાનમાં હંમેશા ચમકતું રહ્યું છે. ગુજરાતમાં આજે વિકાસનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે સુરતની જનતાને 256 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્તની ભેટ મળી છે. દુનિયાના આધુનિક શહેરો સાથે સુરત પણ વિકાસ કરી રહ્યું છે. ડાયમંડ સિટી તરીકે ઓળખ પામેલા આ મહાનગરમાં મેટ્રો ટ્રેન (Surat metro train) રિવરફ્રન્ટ ગ્રીન સિટી ડાયમંડ બુર્સ જેવા અનેક વિશ્વસનીય પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ગુજરાતનું સક્ષમ વિકાસનો મજબૂત પાયો જે નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યો છે. તે જ માર્ગ પર ચાલીને આપણે શહેર હોય કે ગામ અને ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની દિશા લીધી છે. સાથે વૈશ્વિક સ્તરની સતત વધારતા જઈ રહ્યા છીએ.

સુરતની વાત કઈ અલગ જ છે

સુરતીઓના જમીર અને ખમીરને ઉજાગર કરતા અને દેશભરમા શ્રમિક પરિવારોને સુખ, શાંતિ અને સમૃધ્ધિ સાથે રોટલો અને ઓટલો પુરો પાડતા સુરતને સોનાની મુરતની પરિભાષાને ચરિતાર્થ કરતા, વિકાસના શ્રેણીબધ્ધ પ્રકલ્પોની નવાજેશ થઈ રહી છે. સુરતની વાત કઈ અલગ જ છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. જેમાં ૧૫૬ નગરપાલિકા છે. સૌને પોતાના વર્તમાન અને ભવિષ્યની વિકાસની અવગથા છે, પરંતુ સુરતની વાત કઈ અલગ જ છે. સુરતની વર્તમાન આધુનિક ટેકનોલોજીમાં સુરતનો અનેરો મુકામ છે. સુરતના આદ્ય" કવિ નર્મદ કહે છે. જેમ ડગલું ભર્યું તેમ ના હટવું ના હટવું આ નગર જનોની ખુમારી છે." સુરત શહેર અનેક વખત પકૃતિ આબદાઓનું ભોગ બન્યું, પરંતુ ફરી પાછી સુરત જમીન સાથે બેઠું થયું છે, અને વિકાસની દોડમાં હંમેશા સફળ રહ્યું છે. સુરતીઓની સવાર વિકાસથી અને સાંજ પણ પ્રગતિથી થાય છે. હું જ્યારે 2010માં સેન્ટીંગ ચેરમેન હતો ત્યારે જ મેં કહ્યું હતું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી વિકાસના કામોમાં પૈસાની કમી પડશે નહિ.

આ પણ વાંચો: સુરતના ભરથાણા ખાતે સાયક્લોથોન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત, કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

આ પણ વાંચો: Corona In Surat: કોરોનાના વધતા ખતરા વચ્ચે પણ લોકો બેદરકાર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું નથી કરી રહ્યા પાલન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.