- ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો સામે આવ્યા
- ઓમિક્રોનને લઈને થર્ડ વેવ આવવાની ભીંતિ નિષ્ણાતો
- ઓમિક્રોનને લઈને બાળકો સંક્રમિત થવાના અહેવાલ
સુરત: દેશ અને દુનિયામાં ઓમિક્રોન વાયરસને લઈને ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો સામે આવી ચુક્યા છે. સદનસીબે સુરત શહેરમાં હજુ એક પણ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો નથી, પરંતુ ઓમિક્રોનને લઈને થર્ડ વેવ (If The Third Wave Comes) આવવાની ભીતિ નિષ્ણાંતો સેવી રહ્યા છે. જો કદાચ થર્ડ વેવ આવે તો બાળકો સંક્રમિત થઈ શકે છે.
થર્ડ વેવ આવે તો બાળકો સંક્રમિત થાય તે વાત ને નકારી શકાય એમ નથી
સેકન્ડ વેવ બાદ અત્યાર સુધી સુરતમાં આશરે 26 જેટલા બાળકો કોરોના પોઝિટિવ થયા છે અને હાલ ઓમિક્રોન વેરિયન્ટ જે દેશોમાં છે, ત્યાં પણ બાળકોમાં આ વેરિયન્ટની અસર જોવા મળી રહી છે. આ અંગે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, "ફર્સ્ટ વેવમાં 45થી વધુ ઉમરના વ્યક્તિઓ વધુ સંક્રમિત થયા હતા. સેકન્ડ વેવ કે જે ડેલ્ટા વેવ હતી તેમાં વધુ યુવાનો સંક્રમિત થયા હતા. આ બંને વેવમાં બાળકો પણ સંક્રમિત થયા હતા, પરંતુ ગંભીર સ્થિતિ સર્જાઈ નથી. ઓમિક્રોનને લઈને બાળકો સંક્રમિત થવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અને જો કદાચ થર્ડ વેવ આવે તો બાળકો સંક્રમિત થાય તે વાત ને નકારી શકાય એમ નથી."
સ્ટાફની સંખ્યા અને સ્ટાફને ટ્રેનીગ પણ આપવામાં આવી
સુરતમાં સેકન્ડ વેવ વખતે જ સુરત પીડીયાટ્રીક એસોસિએશન દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તેમાં તબીબોની ટીમ હતી અને તંત્ર સાથે મળી તમામ બાળકોની બેડની સંખ્યા, સ્ટાફની સંખ્યા અને સ્ટાફને ટ્રેનીગ પણ આપવામાં આવી હતી. જે પૂર્વ તૈયારીઓ કરી હતી તે જ તૈયારીઓ હાલમાં છે. ટેસ્ટીંગ પદ્ધતિ પર આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના થયો છે કે નહી તે જાણવા માટે RTPCR કરવામાં આવે છે, પરંતુ કયો વેરિયન્ટ છે તે જાણવા માટે જીનોમ સિક્વન્સિગ (Genome sequencing in Gujarat)કરવું જરૂરી છે. જેથી વ્યક્તિને માહિતી મળી શકે છે કે, તે ક્યાં વેરિયન્ટનો શિકાર બન્યો છે. ડો.આશિષ ગોટીએ લોકોને પહેલા તો વેક્સિન લઇ લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત માસ્ક પહેરવું, શોશ્યલ ડીસટન્સ જાળવવું અને વગર કારણે ભીડમાં જવાનું ટાળવા સલાહ આપી હતી. બાળકોને પણ સંપૂર્ણ તકેદારીઓ રાખવા અપીલ કરી હતી.
વેક્સિન ન લીધી હોય તેઓની ગંભીર સ્થિતિ
સુરતમાં કદાચ થર્ડ વેવ આવે તો તમામ પરિસ્થિતિને પહોચી વળવા માટેની તૈયારીઓ છે. સુરતમાં બેડ, સાધનો તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેઓને ગંભીર સ્થિતિ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત વેક્સિન બાળકો માટે હજુ બજારમાં આવી નથી. ત્યારે બાળકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેમ તેઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Omicron Variant in India: નવા કોવિડ વેરિયન્ટને લઇને પૂછાતા પ્રશ્નોના સરકારે આપ્યા જવાબ
આ પણ વાંચો: Omicron New Variant: ન્યૂ વેરિઅન્ટ ઓમિક્રોન નિવારણ માટે 'બૂસ્ટર ડોઝ' જરૂરી: નિષ્ણાત