ETV Bharat / city

સુરતમાં આ વર્ષે દશેરમાં ફટાકડાના છોટા રાવણ બન્યા આકર્ષણનું કેન્દ્ર - gujarati news

સુરત: આસુરી શક્તિ પર સત્યનો વિજય સમજાવતા તહેવાર દશેરાની આવતીકાલે દેશભરમાં ધૂમધમપૂર્વક ઉજવણી થશે. સુરતમાં આ પ્રસંગે મહાકાય રાવણનું પૂતળું તૈયાર કરાયું છે. આ માટે ફટાકડાની દુકાનોમાં હૂબહૂ છોટા રાવણના પૂતળાનું વેચાણ જોવા મળી રહ્યું છે. જે પૂતળામાં આતશબાજી પણ ફિટ કરવામાં આવી છે.

dashera festival in surat
author img

By

Published : Oct 7, 2019, 9:14 PM IST

લોકોના ઘર આંગણે રાવણના પૂતળાનું દહન કરી શકાય તે માટે ફટાકડાના વિક્રેતાઓ દ્વારા આતશબાજીથી સજ્જ છોટા રાવણના પૂતળા વેચાણ માટે મુકવામાં આવ્યા છે. જેની ખરીદી પણ બજારમાં જોવા મળી રહી છે. સુરત સહિત દેશભરમાં દર વર્ષે રાવણ દહનને લઈને 65 ફૂટથી લઈને 30 ફૂટ સુધીના રાવણના પૂતળા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, પરંતુ આ વર્ષે સુરતમાં ફટાકડાના છોટા રાવણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફટાકડાના આ છોટા રાવણની ખાસિયત એ છે કે, તે માત્ર 1:25 ફૂટના છે અને તેમાં અલગ અલગ પ્રકારના ચાર ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સુરતમાં છોટા રાવણ આકર્ષણનું કેન્દ્ર બન્યા

દશેરાનો પર્વ શક્તિના સ્વરૂપમાં ઉજવાય છે, ત્યારે બાળકોને અસત્ય પર સત્યની જીત સમજાવવા માટે તેમના વાલીઓ દ્વારા ફટાકડાવાળા 400 રૂપિયાની કિંમત ધરાવતા આ નાના રાવણની ખરીદી કરવામાં આવી રહી છે. જેથી આજના એડવાન્સ બાળકોને ભારતીય સંસ્કૃતિને પ્રેક્ટિકલી સમજાવી શકાય. આ પ્રકારના નાના રાવણ ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવ્યા છે. કારણ કે, નાના બાળકો પોતે આવા રાવણનું પૂતળું બનાવી શકતા નથી.

ફટાકડાના 1:25 ફૂટના રાવણમાં નાનો સુતળી બોમ્બ, લવિંગ્યા ફટાકડાની લૂમ, નાની કોઠી, નાની ચકરડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાવણના પૂતળાને બનાવવા પૂઠા, કાગળ અને ઘાસ વાપરવામાં આવ્યા છે. જેથી તે 1 થી 1:30 મિનિટ સુધી સળગી શકશે. સાથે જ આ પ્રકારના ફટાકડાથી પ્રદૂષણ ન્યૂનત્તમ માત્રામાં થાય છે. જે વિચારધારા સાથે છોટા રાવણના પૂતળા બનાવી બજારમાં મુકવામાં આવ્યા છે.

Intro:સુરત : આસુરી શક્તિ પર સત્યના વિજય સમાન દશેરા ની આવતીકાલે દેશભરમાં ધૂમધમપૂર્વક ઉજવણી થવાની છે.સુરત માં આ પ્રસંગે મહાકાય રાવણ નું પૂતળું તૈયાર કરાયું છે.જેમાં ભવ્યથિ ભવ્ય આતશબાજી નો પણ સમાવેશ કરાયો છે.ત્યાં બીજી તરફ ફટાકડાની દુકાનોમાં હૂબહૂ છોટા રાવણ ના પૂતળાનું વેચાણ જોવા મળી રહ્યું છે.જે પૂતળા માં આતશબાજી પણ ફિટ કરવામાં આવી છે.ઘર આંગણે રાવણ ના પૂતળાનું દહન કરી શકાય તે માટે ફટાકડા ના વિક્રેતાઓ દ્વારા આતશબાજી થી સજ્જ છોટા રાવણ ના પૂતળા વેચાણ માટે મુકવામાં આવ્યા છે..જેની ખરીદી પણ બજારમાં જોવા મળી રહી છે.

Body:સુરત સહિત દેશભરમાં દર વર્ષે રાવણ દહનને લઈને 65 ફૂટથી લઈને 30 ફૂટ સુધીના રાવણના પૂતળા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે આ વર્ષે સુરતમાં ફટાકડાના છોટા રાવણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફટાકડાના આ છોટા રાવણની ખાસિયત એ છે કે તે માત્ર 1:25 ફૂટના છે અને તેમાં અલગ અલગ પ્રકારના ચાર ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દશેરાનો પર્વ શક્તિના સ્વરૂપમાં ઉજવાય છે. ત્યારે બાળકોને અસત્ય પર સત્યની જીત સમજાવવા માટે તેમના વાલીઓ દ્વારા ફટાકડાવાળા 400 રૂપિયાની કિંમત ધરાવતા આ નાના રાવણની ખરીદી કરવામાં આવી રહી છે. જેથી આજના એડવાન્સ બાળકોને ભારતીય સંસ્કૃતિને પ્રેક્ટિકલી સમજાવી શકાય. 

આ પ્રકારના નાના રાવણ ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવ્યા છે.કારણ કે નાના બાળકો પોતે આવા રાવણનું પૂતળું બનાવી શકતા નથી. ફટાકડાના  1:25 ફૂટના રાવણમાં નાનો સુતળી બોમ્બ, લવિંગ્યા ફટાકડાની લૂમ, નાની કોઠી, નાની ચકરડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાવણના પૂતળાને બનાવવા પૂઠા, કાગળ અને ઘાસ વાપરવામાં આવ્યા છે. જેથી તે 1 થી 1:30 મિનિટ સુધી સળગી ઉઠશે ...

દુકાનદાર કનૈયાલાલ સોંપારીવાલા ના જણાવ્યાનુસાર ફટાકડાના છોટા રાવણને એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે ઓછી કિંમતે વાલીઓ પોતાના બાળકોને પ્રેક્ટિકલી દશેરાનું મહત્વ સમજાવી શકશે. બાળકોને કારણે તેમાં નાના  ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ..ગ્રાહકોના જણાવ્યાનુસાર સામાન્ય રીતે બાળકો રાવણ બનાવી શકતા નથી એ સમયે સરળતાથી તેમને આ પર્વનું મહત્વ સમજાવવા એટલે કે અસત્ય પર સત્યની જીત સમજાવવા માટે ફટાકડાના આ છોટા રાવણ ખૂબ જ આકર્ષણ ઉભું કરે છે.

Conclusion:આ પ્રકારની વસ્તુઓ બાળકોનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ વધારે એમ છે અને ખાસ વાત એ છે કે , તેના દ્વારા થતું પ્રદૂષણ ન્યૂનત્તમ માત્રામાં થાય છે.જે વિચારધારા સાથે છોટા રાવણ ના પૂતળા બનાવી બજારમાં મુકવામાં આવ્યા છે.જે લોકોમાં પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.

બાઈટ:કનૈયાભાઈ સોપારીવાળા  ( વિક્રેતા)
બાઈટ:નરેશભાઈ ( ગ્રાહક)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.