- બારડોલી, કડોદરા, વરેલી, પલસાણામાં કરવામાં આવી ઉજવણી
- છઠ્ઠ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ
- ઊગતા સૂર્યને અર્ધ્ય અર્પણ
સુરત: બારડોલી બિહાર સાથે દેશભરમાં છઠ્ઠની પુજા પર્વની ઉજવણી બિહાર સહિત ઉત્તર ભારતીય સમાજ દ્વારા કારતક સુદ છઠના દિવસે ધામધુમથી કરવામાં આવે છે. સુરત જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં વસતા બિહારવાસીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. કારતક સુદ છઠના દિવસે 36 કલાકનો નીર્જલા ઉપવાસ કરે છે અને સુર્યાસ્ય સમયે સુર્યની પુજા કરવામાં આવે છે અને બીજા દિવસે સુર્યોદય સમયે સૂર્યની આરાધના કરી અગ્નિદેવ, વણુદેવની પણ પુજા કરી નદી કે દરિયા જેવા પાણીના સ્ત્રોતમાં દુધનો અભિષેક કરી સુર્યદેવ તથા જલદેવની પુજા આરતી કરી પછી જ પ્રસાદી લેવામાં આવે છે.
નદી કિનારે છઠ્ઠ પર્વની ઉજવણી
બારડોલીમાં વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ ઉતારા વધાવા ગામની સીમમાં એકત્રિત થઈ ડૂબતાં સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું. કડોદરા, વરેલી, જોળવા ખાતે નહેર કિનારે, પલસાણામાં નહેર કિનારે તેમજ નદી કિનારે છઠ્ઠ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જો કે કોરોના મહામારીને કારણે સરકારની ગાઇડલાઇન અનુસાર પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નદી કિનારે પણ સરકારી ગાઈડ લાઇન મુજબ ડૂબતાં સુરજને અર્ધ્ય અર્પણ
આ પ્રસંગે પલસાણા તાલુકા પંચાયતના સભ્ય અને ઉત્તર ભારતીય સમાજના અગ્રણી અરુણ દુબેએ જણાવ્યુ હતું કે, કોરોના મહામારીને કારણે આ વખતે મોટા ભાગના લોકોએ પોતપોતાના ઘરે જ છઠ્ઠ પુજાની ઉજવણી કરી હતી. આ ઉપરાંત નહેર કિનારે અને નદી કિનારે પણ સરકારી ગાઈડ લાઇન મુજબ ડૂબતાં સુરજને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યુ હતું.