ETV Bharat / city

Chemical Tanker Leak Surat : સચીન GIDCમાં ગેસ લીકે 6 નો ભોગ લીધો, જાણો વિવિધ વિભાગની પ્રતિક્રિયા - સુરતમાં કેમિકલ ટેન્કર લીક

સુરતના સચીન GIDC વિસ્તારમાં ઝેરી કેમિકલ ઠાલવતી વખતે લીકેજથી 6નાં મોતની દુર્ઘટના (Chemical Tanker Leak Surat ) બની છે. જેમાં 6 લોકોનાં મોત થયાં છે અને 23 લોકોને સારવાર માટે ખસેડવામાં (Death of 6 workers due to gas leakage in Surat) આવ્યા છે. જીપીસીબી અધિકારીએ આ અંગે વાત કરી હતી.

Chemical Tanker Leak Surat : સચીન GIDCમાં ગેસ લીકે 6 નો ભોગ લીધો, જાણો વિવિધ વિભાગની પ્રતિક્રિયા

author img

By

Published : Jan 6, 2022, 4:44 PM IST

સુરતઃ શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક (Chemical Tanker Leak Surat ) થતાં 6 મજૂરોનું ગૂંગળામણના કારણે મોત થયું હતું. જ્યારે 23 મજૂરને ગેસની અસર થતાં (Death of 6 workers due to gas leakage in Surat) હોસ્પિટલ લઇ જવાયા છે. ઘટનાની (Surat Toxic Gas Leak 2022) જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દોડતું થયું છે. આ મામલે GIDC અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

GPCB અધિકારી સહિત આ ઘટના સંદર્ભે પ્રતિક્રિયાઓ

રાજકમલ ચાર રસ્તા પાસે બની દુર્ઘટના

સુરત શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાજકમલ ચાર રસ્તા પાસે પ્લોટ નંબર 362ના રોડની બાજુએ કેમિકલ ભરેલી ટેન્કર લીક થયું ત્યારે નજીકમાં જ દસેક મીટર દૂર મજૂરો સૂતા હતાં. ઝેરી ગેસ લીક થતાં સૂતેલા મજુરોને ગૂંગળામણ થતા પાંચ મજૂરોનું મોત થયું હતું. તે ઉપરાંત અન્ય 20 મજૂરોને પણ ગૂંગળામણ (Death of 6 workers due to gas leakage in Surat) અનુભવાઈ હતી. જે કારીગરોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ફાયર ઓફિસરની પ્રતિક્રિયા

આ બાબતે સુરત ફાયર વિભાગના એડિશનલ ચીફ બસંત પરીખે જણાવ્યું કે આજરોજ સવારે સવા ચાક કલાકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે સચીન જી.આઈ.ડી.સીના નોટીફાઈડ વિસ્તાર, રોડ નં. 4 ,રાજ કમલ ચોકડી પાસ એક ટેન્કર દ્વારા ગેરકાયદેે ઝેરી કેમિકલ ખાડીમાં ડીસ્ચાર્જ કરવામાં આવી રહેલું હતું. જે દરમિયાન કેમિકલનો ગેસ આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગયેલો. જેમાં નજીકમાં આવેલ વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના અને તેની આજુબાજુના 26 કારીગરોને આ ઝેરી ગેસની (Chemical Tanker Leak Surat ) અસર થતા બેભાન થયાં હતાં. જેમાં ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી તમામ એમ્બ્યુલન્સ અને 108માં નવી સિવિલ ખાતે ખસેડવામાં આવેલા હતાં. જેમાં બે રખડતા કૂતરાં પણ મૃત્યુ પામેલા. ફાયર વિભાગ દ્વારા ઘટનાને લઇને વિસ્તારને પણ ખાલી કરાવાયો હતો અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં હતાં. ફાયર વિભાગની ટીમ દ્વારા બી.એ.સેટ પહેરીને ટેન્કરના લીક્જ વાલ્વને ફ્લાંજ લગાવી બંધ કરી દીધેલો અને ખાડીમાં ઢોળાયેલ કેમિકલને પાણીનો મારો ચલાવી ડાયલ્યુટ કરવામાં આવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

વહેલી સવારે ઝેરી ગેસ લીકેજની દુર્ઘટનાએ સૌને હચમચાવ્યાં

અસરગ્રસ્તના સ્વજનની પ્રતિક્રિયા

આ બાબતે અસરગ્રસ્તના ભાઈએ જણાવ્યું કે થયું શું એ મને ખ્યાલ નથી. મારા ભાઈનો ફોન આવ્યો હતો મને કે કંપનીમાં ગેસ લીકેજ થઇ ગયું છે. બધા પડી રહ્યાં છે ટપોટપ, હું બચી શકીશ નહી. 4: 30 વાગાના આસપાસ મને આ ફોન આવ્યો હતો. કોઈ ટેન્કરવાળા દ્વારા ગેસ ગટરમાં છોડવામાં આવતો હતો અને ગટરના રસ્તે જ આખી કંપનીમાં ગેસ (Chemical Tanker Leak Surat ) ફેલાઈ ગયો હતો. એના જ કારણે બધા જ કારીગરો ગૂંગળાયા હતા. ગેસની અસરના કારણે બધા બેહોશ થઇ રહ્યાં હતાં. મારાભાઈની તબિયત સારી છે. પાંચથી છ વ્યક્તિઓનું અમારી સામે જ મોત થયું હતું અને હાલ અહીં બીજા કેટલા છે તેનો ખ્યાલ નથી.

આ પણ વાંચોઃ Chemical Tanker Leak Surat: સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત, 20થી વધું ગૂંગળાયા

હોસ્પિટલ અધિકારીની પ્રતિક્રિયા

સિવિલ હોસ્પિટલ ઇન્ચાર્જ RMOએ જણાવ્યું કે આજે સવારે 5 વાગે કંટ્રોલરૂમમાંથી મને માહિતી મળી કે ગેસ લીકેજની ઘટના (Chemical Tanker Leak Surat ) સચીન વિસ્તારમાં બની છે. જેવી મને માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી તરત જ મેં બીજા સિનિયર ડોક્ટરને કોલ કર્યાં જે ડોક્ટરો ફરજ પર હતાં. તમામને જાણ કરી બોલવામાં આવ્યાં. નર્સીંગ સ્ટાફથી પણ બધાને બોલવામાં આવ્યાં. સવારે 5 વાગ્યેથી જ દર્દીઓ આવવાના શરૂ થઇ ગયા હતા. અત્યાર સુધીમાં 23 જેટલા દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. જયારે દર્દીઓ આવ્યા ત્યારે અમુક બેભાન હતાં અમુક ભાનમાં હતાં. અમુકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બધા જ પેશન્ટની પ્રાર્થમિક સારવાર ટ્રોમાં સેન્ટરના ગ્રાઉન્ડ ફલોર ઉપર કરવામાં આવતી હતી. હાલ આજ બિલ્ડીંગના પાંચમાં માળે બધા દર્દીઓ છે. ટોટલ ઇન્દોર 23 જેટલા દર્દીઓ છે અને 6 જેટલા દર્દીઓ મૃત (Death of 6 workers due to gas leakage in Surat) હાલતમાં લાવવામાં આવ્યાં હતાં.આ ગેસના લીકેજના કારણે થયું છે એટલે જ આમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આથી હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા કરવામાં આવી છે. હાલ 8 થી 9 દર્દીઓ વેન્ટિલિટર ઉપર છે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat Summit 2022: કોરોનાના કહેરથી સમિટ મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ

આને હાઇલી એસિડ કહેવામાં આવે છેઃ જીપીસીબી અધિકારી

જીપીસીબી અધિકારીએ આ દુર્ઘટના (Surat Toxic Gas Leak 2022) અંગે જણાવ્યું કે તમે જોઈ શકો છો કે આજે વહેલી સવારે 6221 નંબરનું ટેન્કર અહીં ઉભું હતું. તેમાંથી ગેસનું પ્રવાહી લીકેજ (Chemical Tanker Leak Surat ) થઇ રહ્યું હતું અને અહીં જે કારીગરો હતાં તેમને ખૂબ જ ગંભીર પ્રકારની અસર થઇ છે. આ ઘટનામાં સરકારના ઘણા વિભાગ તપાસમાં લાગી ગયાં છે. આમાં તપાસ બાદ જ સાચું કારણ બહાર આવી શકશે. પોલ્યૂશન કંટ્રોલનો જે કાયદો છે આમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આ જે કેમિકલ છે તેને હાઇલી એસિડ કહેવામાં આવે છે. આ અહીં કેમ આવ્યું આ બધાં જ મામલા માટે તપાસનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.