ETV Bharat / city

સુરત: નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા યુવક યુવતિ ઝડપાયા

સુરત શહેરના મજુરાગેટ પર ઓફિસ ખોલી રિલાયન્સ અને ONGC કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 23 લોકો પાસેથી 7.89 લાખ રૂપિયા પડાવનારી મહિલા અને યુવકને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવી 6.28 લાખ રૂપિયા રિકવર કર્યા છે.

સુરત છેતરપિંડી
સુરત છેતરપિંડી
author img

By

Published : Aug 11, 2020, 5:41 PM IST

સુરત: મજુરાગેટ સ્વામિનારાયણ કોમ્પલેક્ષ ચોથા માળે G-8માં ઓફિસ ધરાવતા હિન્દુસ્તાન કોન્ટ્રાકટરના નામની એજન્સી ચલાવતા આયશા ખાતુન તથા પરફેક્ટ નોકરી ડોટ કોમના માલિક શ્રવણ બંસલે વર્તમાન પત્રોમાં રિલાયન્સ અને ONGC( ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)કંપનીમાં નોકરી અપાવવાની લોભામણી જાહેરાત આપી હતી. આ જાહેરાત વાંચી 23 નોકરી વાચ્છુંક લોકોએ જાહેરાત આપનારનો સંપર્ક કર્યો હતો.

આ તમામ યુવાનો પાસેથી ફોર્મ પેટે રૂપિયા 500 અને ક્વોલિફિકેશન મુજબ નોકરીની પોસ્ટ ઓફર કરી 23 યુવાનો પાસેથી એડવાન્સ પેટે 40 ટકા મુજબ કુલ રૂપિયા 7.89 લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ તારીખ 4 ઓગસ્ટના રોજ જોબ ઓફર લેટર લેવા બોલાવ્યા હતા, પરંતુ યુવાનો પહોંચે તે પહેલા જ ઓફિસને તાળા મારી રાતોરાત યુવક-યુવતિ રફુચક્કર થઇ ગયા હતા.

નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા યુવક યુવતિ ઝડપાયા

નોકરી અપાવવાના સપના બતાવી લાખો રૂપિયા પડાવી લેનારા ઠગબાજ વિરૂધ્ધ નોકરી વાચ્છુંક યુવાનોએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં બે દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે એજન્સી માલિક શ્રવણ બંસલ અને અને પ્રિયંકા બ્રીપા શાહુનીને ઝડપી લઈ 1 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. નોકરીના નામે પડાવી લીધેલા રૂપિયા 7.89 લાખ પૈકી રૂપિયા 6.28 લાખ રીકવર કર્યા છે.

નોકરીના સપના બતાવી છેતરપિંડી કરતો શ્રવણ બંસલ વર્ષ 2008થી ઉધનામાં પરફેક્ટ નોકરી ડોટ કોમ નામે ઓફિસ ધરાવે છે. તેની ઓફિસમાં કામ કરતી પ્રિયંકાને આયશા ખાતુન નામ ધારણ કરી હિન્દુસ્તાન કોન્ટ્રાક્ટર એજન્સીમાં બેસાડી હતી. નોકરીની આશાએ આવનારા ઉમેદવારોને શ્રવણ પોતાની ઓળખાણ રિલાયન્સના HR મેનેજર પી. કે. મિશ્રા તરીકે આપતો હતો. રજિસ્ટ્રેશન ફોર્મ ભરાવ્યા બાદ ઓફર લેટર આપવાનું કહી 2 મહિનાના પગારના પૈસા એડવાન્સ પેટે લઇ ઠગાઇ કરી હતી. હાલ પોલીસે તેમની ધરપકડ કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.