- સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કોલેજોનું ખાનગીકરણ અંગેના મામલો
- સરકારે નક્કી કરાયેલા ધારાધોરણો અનુસાર જ ફી લેવાશે
- ગ્રાન્ટેડ કોલેજનું ખાનગીકરણ થશે નહીં : કમલેશ યાજ્ઞિક
સુરત : શહેરમાં આપ અને કોંગ્રેસ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કોલેજોનું ખાનગીકરણ થવાના મુદ્દાને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત સંસ્થાના અધ્યક્ષ કમલેશ યાજ્ઞિકે ETV Bharatને જણાવ્યું કે, 'ગ્રાન્ટેડ કોલેજનું ખાનગીકરણ થશે નહીં.'
આ પણ વાંચો: અભિનેતા ચિરંજીવીએ વિઝાગ સ્ટીલના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યો
સરકારના ધારાધોરણો અનુસાર લાવશે ફી
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે કે, જે છેલ્લા 109 વર્ષથી કાર્યરત છે. જેમાં 30,000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 19 શાળા, 6 ગ્રાન્ટેડ કોલેજ, 8 સેલ્ફ ફાયનાન્સ કોલેજ અને 3 રિસર્ચ સેન્ટર્સનો સમાવેશ છે. હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજના ખાનગીકરણનો મુદ્દો ચર્ચામાં છે અને કોંગ્રેસ તથા આપ બન્ને પાર્ટીઓ દ્વારા અલગ રીતે તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે આપ પાર્ટી દ્વારા 50 ફૂટનું બેનર પણ લગાવવામાં આવ્યું હતું. જોકે આ મુદ્દાને લઈને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેને આ બાબતે સ્પષ્ટતા પણ કરી છે.
31 માર્ચ, 2021માં કાયદો વિધાનસભામાં પસાર થયો
વર્ષ 2009માં પ્રાઇવેટ યુનિવર્સિટી કાયદો પસાર કર્યો હતો અને આ અંતર્ગત સંસ્થાએ વિચારવાનું હોય છે કે, અમારી કઈ કોલેજ યુનિવર્સિટીમાં આવી શકે એમ છે. આ કાયદોમાં વર્ષ 2011 અને 2021માં નવા ફેરફારો થયા હતા, જ્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ યુનિવર્સિટી સ્થાપિત કરવાનું નક્કી કર્યું, ત્યારે વર્ષ 2009 અને 2011ના કાયદાને આધીન સરકાર સમક્ષ એપ્લિકેશન મૂકવામાં આવી હતી. તેમાં માત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજનો સમાવેશ થાય એવી ગોઠવણ રાખીને એપ્લીકેશન કરવામાં આવી હતી. આ પ્રમાણે સરકારે 31 માર્ચ, 2021માં વિધાનસભામાં કાયદો પસાર થયો ત્યારે મંજૂરી આપી છે.
આ પણ વાંચો: નીલાંચલ ઇસ્પાત નિગમના ખાનગીકરણ માટે સરકારને ઘણાં પત્રો મળ્યાં
ગ્રાન્ટેડ કોલેજ ગ્રાન્ટેડ જ રહેશે
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત સંસ્થાના અધ્યક્ષ કમલેશ યાજ્ઞિકે કહ્યું હતું કે, ગ્રાન્ટેડ કોલેજમાં સ્પષ્ટતાની જરૂર છે. અમને અત્યારે એવું લાગે છે કે, સરકાર જલ્દી જ આ વિષયે સ્પષ્ટતા બહાર પાડશે. તેનાથી બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. લોકોનો મોટો પ્રશ્ન છે કે ગ્રાન્ટેડ કોલેજનું ખાનગીકરણ થશે, પરંતુ સરકારની સ્પષ્ટતા છે કે ગ્રાન્ટેડ કોલેજમાં કોઈ ફેરફાર નહી થાય. જો એજ્યુકેશન સોસાયટીનું મેનેજમેન્ટ નક્કી કરે તો ગ્રાન્ટેડ કોલેજ ગ્રાન્ટેડ જ રહેશે તે સેલ્ફાયનાન્સ થશે નહીં. જેથી ગ્રાન્ટીનેટ કોલેજનું ખાનગીકરણ થવાની ભીંતી કોઈએ રાખવાની જરૂર નથી. ગ્રાન્ટેડ કોલેજના ફીના ધારા ધોરણ સરકારે નક્કી કર્યા મુજબ જ રહેશે.