ETV Bharat / city

NYTમાં મનીષ સિસોદીયાના વખાણથી ભાજપના પેટમાં તેલ રેડાતાં CBI દરોડા પડાવ્યાં ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ - NYT article on Manish Sisodia

ન્યૂયોર્ક ટાઈમ્સમાં દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા અને મનીષ સિસોદિયા વિશેનો લેખ છપાવાથી ભાજપે મનીષ સિસોદીયા પર સીબીઆઈ દરોડા કરાવ્યાં હોવાનો આક્ષેપ ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કર્યો હતો. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા ગુજરાત મુલાકાતે આવીને જવાબ આપશે. CBI raid on Manish Sisodia, Manish Sisodia Gujarat Visit, NYT article on Manish Sisodia, Gopal Italiya in Surat

CBI raid on Manish Sisodia NYT માં મનીષ સિસોદીયાના વખાણથી ભાજપના પેટમાં તેલ રેડાતાં સીબીઆઈ દરોડા પડાવ્યાં ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

author img

By

Published : Aug 20, 2022, 4:26 PM IST

Updated : Aug 20, 2022, 6:10 PM IST

સુરત દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર સીબીઆઇ દ્વારા કરવામાં આવેલ એફઆઇઆર બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલ લઠ્ઠા કાંડ અને ગેરકાયદે 29000 કરોડ રુપિયાના દારૂ વેચાણની પણ સીબીઆઇ તપાસ થવી જોઈએ. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર એનવાયટીનો મનીષ સિસોદીયા પર લેખમાં દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા અને મનીષ સિસોદિયાનો લેખ છપાયો. આ વાતથી ખુશ થવાને બદલે ભાજપના પેટમાં તેલ રડાયું છે.

મનીષ સિસોદિયા પર સીબીઆઇ કાર્યવાહી અને ગુજરાતમાં દારુ મુદ્દે આપ પ્રમુખના ગંભીર આક્ષેપ

ભાજપમાં ફફડાટ થઇ ગયો છે ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની રાજનીતિ પર ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધે છે. અરવિંદ કેજરીવાલ દ્વારા દેશને નંબર વન બનાવવાની વાત કરી છે. આ બાબતે કેજરીવાલને દેશમાંથી ખૂબ આવકાર મળી રહ્યો છે. ગુજરાતમાં પણ ખૂબ આવકાર હાલ મળી રહ્યો છે. આ કારણે ભાજપમાં ફફડાટ થઇ ગયો છે. ભાજપના આ ફફડાટને કારણે તેઓ આપના નેતાઓને બદનામ કરવા લાગી ગઈ છે.

ભાજપને હારી જવાનો ડર લાગ્યો મનીષ સિસોદિયા પર અગાઉ પણ રેડ પાડવામાં આવી હતી પણ કંઈ મળ્યું નથી. આમ આદમી પાર્ટી આ તપાસને આવકારે છે પણ જે રાજનીતિ કરવામાં આવી રહી છે તેને વખોડવામાં આવે છે. ગુજરાતમાં આ વખતનો માહોલ જોઈને ભાજપને હારી જવાનો ડર લાગ્યો છે એટલે આ ગતકડાં કરાય છે. જે હેરાનગતિ થઈ રહી છે તે અંગે જવાબ આપવામાં આગામી દિવસોમાં મનીષ સિસોદિયા ગુજરાત મુલાકાતે આવશે.

આ પણ વાંચો જાણો 14 કલાકથી મનીષ સિસોદિયાના ઘરે શું કરી રહી હતી CBIની ટીમ, શું મળ્યું દરોડામાં

એનવાયટીનો મનીષ સિસોદીયા પર લેખ ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને રોકવા માટે કાયરતાપૂર્ણ રીતે ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને જે ગેરંટી આપી છે તેને લીધે લોકોનો સહકાર મળી રહ્યો છે. 20 હજાર કરોડ રૂપિયાનો દારૂ ગુજરાતમાં વેચાય છે. તેની સીબીઆઇ તપાસ થવી જોઈએ. ભાજપ આક્ષેપ કરે છે કે ન્યૂયોર્ક ટાઇમ્સનો લેખ પૈસા આપીને છપાયો છે તો અમે ભાજપને ચેલેન્જ આપીએ છીએ કે તમારી પાસે બહુ પૈસા છે તો તમે પણ લેખ છપાવી બતાવો. ભાજપે હમણાં સુધી પૈસાના જોરે જ બધું કર્યું છે.

આ પણ વાંચો કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ કરશે વિરોધ, જાણો કયા મુ્દ્દાને લઈને કરશે વિરોધ

ભાજપે અહંકાર બતાવ્યો ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે ભારતીય કિસાન અંગે પણ કહ્યું કે, ભારતીય કિસાન સંઘને ચૂંટણી સમયે જ ખેડૂતોની સમસ્યા યાદ આવે છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય પણ ભાજપમાં જઈ રહ્યા છે તેવી માહિતી છે પણ ભાવતાલ બરાબર નથી થઈ રહ્યો એટલે અટક્યું છે. પાર્ટીને પ્રમુખ બનાવી ભાજપે અહંકાર બતાવ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટી એક્ટિવ થતા ફરી ભાજપને જૂના નેતાઓ યાદ આવ્યા છે ભાજપનું અભિમાન આપ પાર્ટીએ ઉતાર્યું છે.

Gopal italiya in Surat, Delhi Deputy CM Manish Sisodia CBI raid, CBI raid on Manish Sisodia, Manish Sisodia Gujarat Visit, NYT article on Manish Sisodia Gujarat AAP સુરતમાં ગોપાલ ઇટાલીયા, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સીબીઆઈ દરોડા, સીબીઆઈના મનીષ સિસોદિયા પર દરોડા, મનીષ સિસોદિયા ગુજરાત મુલાકાતે, એનવાયટીનો મનીષ સિસોદીયા પર લેખ, ન્યૂયોર્ક ટાઇમ્સનો લેખ, ગુજરાત આપ

Last Updated : Aug 20, 2022, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.