સુરત : શહેરમાં બે મહિલાઓ અશાંતધારા વિસ્તારમાં (Ashant Dhara Act Violation) મકાન ખરીદવા માટે આવતા એક શખ્સે તેમના પર આરોપ લગાવ્યો હતો કે, તે મહિલાઓ મકાન વેંચવા માટે હેરાન કરી રહી છે. જેના CCTV પણ જાહેર કર્યા છે. જેના આધારે આ મહિલાઓ પર શખ્સે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. તેમનો આરોપ છે કે, દલાલો દ્વારા અશાંતધારા વિસ્તારમાં ફ્લેટ ખરીદવા મહિલાઓને હાથો બનાવવામાં આવી રહી છે. આ બાબતે પોલીસે શખ્સના આરોપને વખોડી કાઢ્યો છે.
શું મકાન વેચવાનું છે ?
શહેરના અશાંત ધારા અંતર્ગત આવતા ગોપીપુરા વિસ્તારમાં (Ashant Dhara Area In surat) મકાન ખરીદવા માટે અન્ય ધર્મની મહિલાઓને આગળ કરાઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ફરિયાદીએ સોસાયટી પ્રમુખની પત્નીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ વિસ્તારના ફ્લેટ માલિકે પોલીસ કમિશ્નરથી લઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુધી અરજી (Complaint to Home Minister) કરી છે. ફ્લેટ માલિકે મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખટખટાવી મકાન વેચવાના છે ? તેવી રીતે પૂછપરછ કરવામાં આવતો હોવાનો CCTV વીડીયો પણ જાહેર કર્યો છે. ગોપીપુરા સુનિલ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિન શાહ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી કે, 19 ડિસેમ્બરે બિલ્ડિંગમાં બે મહિલાઓ મકાન ખરીદવા માટે આવી હતી. આ દરમિયાન મહિલાઓએ જીભાજોડી કરી હોવાનો ફ્લેટ માલિકે આરોપ લગાવ્યો છે.
શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ
ભાવિને જણાવ્યું હતું કે, તેમની બિલ્ડિંગમાં 15 જેટલા ફ્લેટ છે, જેમાંથી 12 લોકોએ સાટાખત કરી લીધા છે, પરંતુ અશાંત ધારા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી (Ashant Dhara Permission) નથી. તેઓ પોતાના મકાન વેચવા માગતો નથી, જેથી અવારનવાર તેને હેરાન કરવામાં આવે છે. દલાલો મકાન ખરીદવા માટે આ મહિલાઓને એના ઘરે મોકલે છે. આ અગાઉ પોલીસને ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે આ અંગે ગંભીરતા લીધી નથી. આ સાથે બિલ્ડિંગના પ્રમુખ પર આરોપ કરતા તેમણે કહ્યું કે, પ્રમુખ પણ તેમાં સામેલ છે. આથી, બિલ્ડિંગના 12 પ્લેટના સાટાખત મુસ્લિમ સમાજના લોકો સાથે થઈ ગયા છે.
દલાલોનું મોટું કાવતરું ?
જૈન સમાજના અગ્રણી અશિત ગાંધીએ જણાવ્યું હતું કે, સુરતમાં અનેક એવા વિસ્તારો છે, કે જ્યાં અશાંતધારા હોવા છતાં અન્ય લોકો 2-4 ગણા જંત્રી ભાવે પૈસા આપીને મિલકતની ખરીદી કરે છે. આથી, સામાન્ય લોકો કેવી રીતે 20થી 25 લાખ રૂપિયા આપીને ઘર ખરીદી શકે. આથી, આમાં મોટું કાવતરું હોઈ શકે છે, જેની તપાસ સરકાર અને પોલીસે કરવી જોઈએ.
પોલીસે શખ્સના આરોપને નકાર્યો
આ સમગ્ર મામલે બિલ્ડિંગના પ્રમુખે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના 12 જેટલા મકાનો અન્ય ધર્મના લોકો દ્વારા સાટાખત કરી લઈ લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સુરતના જોઇન્ટ પોલીસ કમિશ્નર પ્રવીણ મલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઈએ ધાકધમકીથી મકાન વેચ્યું હોય અમારે ધ્યાનમાં આવ્યું નથી. લિફ્ટ અને અન્ય સમસ્યાના કારણે લોકો મકાન વેચી રહ્યા છે. અમને જાણ નથી કે બાર જેટલા ફ્લેટ સાટાખત વગર વેંચી દેવામાં આવ્યા છે.
શું છે અશાંત ધારો?
સામાજીક, ધાર્મિક સમાનતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ચોક્કસ વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લગાવવામાં આવે છે. આ વિસ્તારમાં એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોના મકાન લઈ શકતા નથી. મકાન લેવા માટે સોસાયટીના રહીશોની પરવાનગીથી લઈને બીજી અનેક સરકારી કાર્યવાહી કરવી પડતી હોય છે.
આ પણ વાંચો: