સુરત : CA પંછીલાના આપઘાત પ્રકરણમાં ગુરુવારે મોડીરાતે ભટારના અગ્રવાલ એન્ડ ધંધાણીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કંપનીના સંજય અગ્રવાલ અને તેના પાર્ટનરો આલોક ધંધાણીયા તેમજ તુષાર વેગડ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
![suicide case in surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-sucide-7200931_10072020132342_1007f_1594367622_323.jpg)
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી CA પંછીલા નામની યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી હતી. CA પંછીલાના આપઘાત પ્રકરણમાં ગુરુવારે મોડીરાત્રે ભટારના અગ્રવાલ એન્ડ ધંધાણીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કંપનીના સંજય અગ્રવાલ અને તેના પાર્ટનરો આલોક ધંધાણીયા તેમજ તુષાર વેગડ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની આઈપીસી કલમ 306 અને 114 મુજબનો ગુનો સરથાણા પોલીસે નોંધ્યો હતો.
પંછીલાના પરિવારજનોએ આ મામલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે. પંછીલાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પંછીલાને 24મી જૂને સંજય અગ્રવાલે કોલ કરી કોર્ટમાં જોઇ લેવાની ધમકી આપી હતી. કંપની વાળાએ તેને માનસિક ત્રાસ, આર્થિક શોષણ, વારંવારની બદનામી અને કારકિર્દી પૂરી કરવાની ચીમકી આપી હતી. જેના કારણે પંછીલાએ આપઘાત કર્યો છે.