ETV Bharat / city

કેલિફોર્નિયાના સાયન્ટિસ્ટ ભારતના ખેડૂતો માટે બન્યા મસીહા, જાણો કઈ રીતે - direct in market

ખેડૂત પુત્ર અને કેલિફોર્નિયાના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડોક્ટર પ્રતીક પટેલે દસ લાખ ડોલર પ્રતિ વર્ષની કમાણી છોડીને ભારતના ખેડૂતો આત્મહત્યા ન કરે આ માટે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું (California Scientist work for Indian Farmers) છે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતો વિનામૂલ્યે પોતાનો એગ્રીસ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે. ખેડૂતો પોતે ઉત્પાદનોના ભાવ નક્કી કરશે.

કેલિફોર્નિયાના સાયન્ટિસ્ટ ભારતના ખેડૂતો માટે બન્યા મસિહા, જાણો કઈ રીતે

author img

By

Published : Aug 1, 2022, 9:57 PM IST

સુરત: મૂળ સુરતના વતની અને હાલ સિલિકોન વેલી (કેલિફોર્નિયા, યુએસએ)માં રહેતાં યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડો. પ્રતિક દેસાઈએ એગ્રીટેક સ્ટાર્ટઅપ (Gujarat agriculture startup) શરૂ કરી ફક્ત સુરત કે ગુજરાત જ નહીં પણ દેશભરના ખેડૂતો માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું (California Scientist work for Indian Farmers) છે. તેઓ પોતે ખેડૂત પુત્ર છે.

કેલિફોર્નિયાના સાયન્ટિસ્ટ ભારતના ખેડૂતો માટે બન્યા મસીહા

ખેડૂત પરિવારમાં ઉછરેલા ડો.પ્રતિક દેસાઈએ અમેરિકાની ઓહાયો રાજ્યની યુનિવર્સિટીમાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ પર પી.એચ.ડી (PHD in data science) કર્યું છે. તેઓ લક્ઝરીયસ લાઈફ જીવી રહ્યા હતા, પરંતુ અમેરિકાના ખેડૂતો અને ત્યાંના ઉત્પાદિત વસ્તુઓના ભાવ અને ભારતમાં ખેડૂતોની પરિસ્થિતિ અને ઉત્પાદિત થનાર વસ્તુઓના ભાવ અંગે તફાવત જોઈ તેઓએ ખેડૂતો માટે ઓનલાઇન પ્લેટફોર્મ આપવાનું વિચાર્યું. ખેડૂતો પોતે ઉત્પાદનનો ભાવ નક્કી કરે અને તેનું વેચાણ કરે આ માટે તેઓએ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવાનું વિચાર્યું હતું.

ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર વિકલ્પો: સુરતના ઉત્સાહી યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડો.પ્રતિક દેસાઈ અને તેમની ટીમે Titodi-એપ અને www.titodi.com વેબસાઈટ બનાવી છે, જેના માધ્યમથી ખેડૂત પોતાનો ડિજીટલ એગ્રી સ્ટોર બનાવી દેશના કોઈ પણ ખૂણે પાકનું યોગ્ય કિંમતે વેચાણ કરીને આવક મેળવી શકે છે. ડોક્ટર પ્રતીકે જણાવ્યું હતું કે, ઘણાં ખેડૂતોને ખેતરમાં ઉપજાઉ પાક વાવવાથી લઈને પાકના વેચાણ માટે ડાયરેક્ટ-ટુ-માર્કેટ (direct in market) અથવા ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર વિકલ્પો શોધવા સુધીના ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. મહેનત કરીને પાકની વાવણીથી લણણી સુધીની મથામણ કરી હોય, પરંતુ ઘણીવાર યોગ્ય બજારભાવ ન મળતાં ખેડૂતને નિરાશાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિના નિવારણ માટે તેમજ કિસાનોને ડિજીટલ વિશ્વ સાથે જોડીને તેમના ઉત્પાદનોનું વધુ વળતર મળી રહે એ માટે આ ડિજિટલ પ્લેટફોર્મ છે.

કોમોડિટીઝ લિસ્ટિંગનું સ્ટોક માર્કેટ જેવું ઈન્ટરફેસ: તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્ધ 'ટીટોડી' પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના 768 પાકોની 10000 જેટલી વેરાયટી માટેના શ્રેષ્ઠત્તમ ભાવો અને બજાર ઉપલબ્ધ કરાવી આપે છે. એટલું જ નહીં, સીડ્સથી લઈને સેલ્સ (બિયારણની ખરીદીથી શરૂ કરી વેચાણ સુધીની) તમામ સુવિધાઓ પૂરી પાડે છે. આ સ્ટાર્ટ અપનો મુખ્ય હેતુ સમગ્ર કૃષિક્ષેત્રની તમામ કડીઓને સાંકળીને ડેટા માઈનિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કિસાનોને કૃષિ જણસોના પોષણક્ષમ ભાવો મળે, આંગળીના ટેરવે દેશના કૃષિ બજારોની જાણકારી મળે એવો છે.

આ પણ વાંચો: ડ્રગ્સ, દરિયો અને ગુજરાત: 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

ખેડૂતને નિઃશુલ્ક ડિજિટલ શોપ આપવાની સાથે નવીનતમ કૃષિ સંશોધનો, લેટેસ્ટ બજારભાવોની અપડેટ પણ આપવાનો છે. ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો વચેટિયા વગર કોમોડિટીની શોધ, એનાલિસીસ, ખરીદી, વેચાણ-વેપાર કરી શકે છે. વ્યાપારીઓ યોગ્ય ભાવે વેચાણ કરી શકે છે, જ્યારે ગ્રાહકો તેમના નાણાંનું શ્રેષ્ઠ મૂલ્ય મેળવે છે. આ પ્લેટફોર્મ APMC (કૃષિબજારો) માટે કોમોડિટીઝ લિસ્ટિંગનું સ્ટોક માર્કેટ જેવું ઈન્ટરફેસ પૂરૂ પાડે છે. અત્યાધુનિક ડેટા માઈનિંગ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ પર આધારિત પૂર્વાનુમાન માટે પણ 'ટીટોડી' મદદરૂપ બન્યું છે.

આ પણ વાંચો: વિદ્યાર્થીને કેબિનમાં બોલાવી નગ્ન કર્યો, હવસખોર પ્રિન્સિપલનો વીડિયો વાયરલ થતા વિવાદ

આ પ્લેટફોર્મ થકી મહારાષ્ટ્રના નંદુરબારના ખેડૂતોએ પણ પોતાના કાળાચના સહિતના ઉત્પાદક નું વેચાણ શરૂ કર્યું છે આ અંગે નગીનભાઈ પાર્ટીલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે અગાઉ વચ્ચેથી આવો યોગ્ય ભાવ આપતા નહોતા. નાનકડો ગામ હોવાથી બજાર અને યોગ્ય ભાવ પણ મળતો નહોતો. હવે આ પ્લેટફોર્મના માધ્યમથી હું પોતે ભાવ નક્કી કરું છું અને ગુજરાતના અનેક લોકોએ મારા ઉત્પાદન માટે ઇન્કવાયરી પણ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.