ETV Bharat / city

CA Intermediate Result 2022: સુરતના આયુષ ગર્ગે CA ઈન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો, સુરતમાં પ્રથમ ક્રમે

CA ઈન્ટરમીડીયેટ (CA Intermediate Result 2022)માં સુરતના આયુષ ગર્ગે ઓલ ઇન્ડિયામાં 47મો અને સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તો સુરતમાં પૂજા અગ્રવાલે ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. પૂજાના પિતા ચાની લારી ચલાવે છે. CAના કોચિંગ કરાવનારા CA રવિ છાવછરીયાએ જણાવ્યું કે અમારા 27 જેટલા વિદ્યાર્થીઓએ CA ઈન્ટરમીડીયેટ પાસ કર્યું છે.

CA Intermediate Result 2022: સુરતના આયુષ ગર્ગે CA ઈન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો, સુરતમાં પ્રથમ ક્રમે
CA Intermediate Result 2022: સુરતના આયુષ ગર્ગે CA ઈન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો, સુરતમાં પ્રથમ ક્રમે
author img

By

Published : Feb 27, 2022, 6:17 AM IST

સુરત: આજે CA ઈન્ટરમીડીયેટનું પરિણામ (CA Intermediate Result 2022) જાહેર થતા સુરતના આયુષ ગર્ગે 800 માંથી 593 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં 47માં (ca intermediate all india rank 2022) અને સુરતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. તેની સાથે જ સુરત ટોપ 5માં (ca intermediate top five surat) પૂજા અગ્રવાલ જેમણે 800 માંથી 565 ગુણ મેળવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓએ આજે સુરતનું ગૌરવ વધાર્યું છે. જેમાં પૂજા અગ્રવાલ સામાન્ય પરિવારમાંથી આવે છે. જેમના પિતા ચાની લારી ચલાવે છે. સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ જોવા જઈએ તો 30 ટકાથી વધુ પરિણામ છે.

સુરતના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સારા માર્કસ મેળવ્યા.

CA ઈન્ટરમીડીયેટમાં સુરતનું 30 ટકાથી વધુ પરિણામ

આ બાબતે CA કોચિંગ (CA Couching Surat) કરાવનારા CA રવિ છાવછરીયાએ જણાવ્યું કે, આજે જે CA ઈન્ટરમીડીયેટનું પરિણામ જાહેર થયું છે. એમાં સુરતના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સારા માર્કસ મેળવ્યા છે. સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ જોવા જઈએ તો 30 ટકાથી વધુ છે અને નેશનલ લેવલની વાત કરવામાં આવે તો 11 ટકા જેટલું પરિણામ છે. એમાં સુરતના વિદ્યાર્થી આયુષ ગર્ગે ઓલ ઇન્ડિયામાં 47મોં ક્રમ મેળવ્યો છે. તે ઉપરાંત સુરતના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેઓ ઓલ ઇન્ડિયા રેન્કથી આગળ પાછળ છે.

આ પણ વાંચો: Surat Students becomes CA: સુરતમાં કેવી કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી વિદ્યાર્થીઓ બન્યા CA, જુઓ

5મો રેન્ક મેળવનારી પૂજા અગ્રવાલના પિતા ચાની લારી ચલાવે છે

તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતની એક વિદ્યાર્થીની પૂજા અગ્રવાલ જેમના પિતાની ચાની લારી ચલાવે છે. તેમણે પણ સુરત ટોપ 5માં રેન્ક મેળવ્યો છે અને પેહલા જ વખતમાં CA ઈન્ટરમીડીયેટ પાસ કરી સારા ગુણ મેળવ્યા છે. અમારા CA ક્લાસમાં 38 વિદ્યાર્થીઓ છે તેમાંથી 27 જેટલા વિદ્યાર્થીઓએ CA ઈન્ટરમીડીયેટ પાસ કર્યું છે.

મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે - આયુષ ગર્ગ

તો આયુષ ગર્ગે જણાવ્યું કે, મેં ગતવર્ષે CA ફાઉન્ડેશનની પરીક્ષા (ca foundation exam 2022) આપી હતી ત્યારે પણ હું સૂરતમાં પહેલા ક્રમે આવ્યો હતો. મેં CA ઈન્ટરમીડીયેટમાં 800 માંથી 593 ગુણ મેળવ્યા છે. જેની સાથે મેં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો છે. મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. મારાં પરિવારને પણ મારી ઉપર ખુબ જ ગર્વ થઈ રહ્યો છે. પરીક્ષા પહેલા સરના કહેવા પ્રમાણે મહેનત કરી રહ્યો હતો. મેં ગત વર્ષે CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી ત્યારે પણ હું સૂરતમાં પહેલા ક્રમે આવ્યો હતો.

આ પણ વાંચો: સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી: CA ફાઇનલ દેશમાં પ્રથમ સુરતની રાધિકા બેરીવાળાનો ખાસ મંત્ર

ઓફલાઇન ક્લાસ ચાલું થયા ત્યાં સુધી સખત મહેનત કરી

તેણે વધુમાં કહ્યું કે, ખાસ કરીને કોરોના (Corona In Gujarat)માં ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા હતા, પરંતુ વચ્ચે જ્યારે ઓફલાઈન ક્લાસ શરૂ થયા ત્યારે ખૂબ જ મહેનત કરી લીધી હતી. ત્યારે મનમાં એક જ વસ્તુ નક્કી કરી રાખી હતી કે કંઇપણ કરીને અભ્યાસ આજ રીતે ચાલું રાખીશ. આગળ હું આર્ટિક્લસ ફિલ્સની તૈયારી કરી રહ્યો છું. જેના ત્રણ વર્ષ બાદ ફાઇનલ એક્ઝામ (ca final exam) લેવામાં આવશે. હું મારા આવનારા સાથી મિત્રોને કહેવા માગું છું કે અભ્યાસ કરતા રહેજો બસ નક્કી કરી લેજો કે મારે CA બનવું છે.

સુરતમાં ટોપ-5માં આવનારી પૂજાએ શું કહ્યું?

સુરતમાં ટોપ-5માં આવનાર પૂજા અગ્રવાલે જણાવ્યું કે, હું ભલે ઓલ ઇન્ડિયા અને સુરતમાં પહેલા ક્રમે નથી આવી, પરંતુ મારા પરિવાર માટે હું પહેલી છું. સુરત ટોપ-5માં આવનારી પૂજા અગ્રવાલે જણાવ્યું કે, હું છેલ્લા એક વર્ષથી રવિ છાવછરીયા સર પાસેથી CA ઈન્ટરમીડીયેટની તૈયારી કરી રહી હતી અને આજે મને પરિણામ મળ્યું છે. મેં આજે CA ઈન્ટરમીડીયેટમાં 800 માંથી 565 ગુણ મેળવ્યા છે. મારા પિતા ચાની લારી ચલાવે છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી તેમની તબિયત ખરાબ હોવાથી તેઓ ચાની લારી ચલાવી શકતા નથી.

મૂળ રાજસ્થાનના નારોલી ડાંગના ગામની વતની

પૂજાએ વધુમા કહ્યું કે, મારા મોટાભાઈ જોધપુરમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે. મેં રવિ છાવછરીયા સર પાસેથી છેલ્લા 8 મહિના દરમિયાન ઓનલાઇન અભ્યાસ કર્યો હતો. આજે મેં સુરત ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. જેના કારણે મારો પરિવાર મારી ઉપર ખૂબ જ ગર્વ કરી રહ્યો છે. હું 9 મહિના પહેલા સુરતથી મારાં મૂળ વતન રાજસ્થાન આવી છું. અમે રાજસ્થાનના કરોલી જિલ્લા સપોત્રા - નારોલી ડાંગના ગામમાં રહીએ છીએ. મારા અભ્યાસ પાછળ મારાં સર રવિ છાવછરીયાનો ખુબ જ સારો સપોર્ટ હતો. જેને કારણે આજે મેં આ પરિણામ હાંસલ કર્યું છે.

પૂજાના પિતાએ કહ્યું - દીકરી પર ગર્વ છે

આ બાબતે પૂજા અગ્રવાલના પિતા સત્યનારાયણ અગ્રવાલે જણાવ્યું કે, મેં વધારે અભ્યાસ કર્યો નથી. મને CA શું આવે એનું થોડું પણ જ્ઞાન નથી. પણ હા, મને એવું લાગી રહ્યું છે કે મારા ઘરની દીકરીએ આજે મારાં પરિવાર અને મારું નામ રોશન કર્યું છે. તેણે મને જ્યારે કહ્યું કે, મેં CA ઈન્ટરમીડીયેટની પરીક્ષામાં પાસ થઈ છું. ત્યારે મને ખબર તો નથી પડી પણ હા, કોઈ પરીક્ષા છે જેમાં મારી દીકરી આજે સફળ થઇ છે તેનો મને ખૂબ જ ગર્વ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.