- સુરતમાં ફરી પાછી ગેંગસ્ટરો દ્વારા રાણી તળાવના બિલ્ડર પાસે ખંડણી માંગી
- બિલ્ડરે ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો
- પોલીસે બાપ્તિ શેખ અને અનસ સફી રંગરેજ તથા અનસ મીંડીની ધરપકડ
સુરત : શહેરના લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના રાણીતળાવ ખાટકીવાડના મોહમ્મદ મુસ્તફા પેલેસમાં રહેતા મોહંમદ આરીફ સાબિર કુરેશીએ વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકા માંથી મંજૂરી મેળવી સૈયદપુરામાં 6 માળની બિલ્ડીંગનું બાંધકામ શરૂ કર્યું હતું. સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે મનહર કોંપ્લેક્સમાં રહેતા સૈયદ સજાઉદીન સજજુબાપુ , આસિફ બાપ્ટી અને નાનપુરાના ખંડેરાવપુરામાં રહેતા અનસ સફી રંગરેજ મોહંમદ આરીફ સાબિર કુરેશીના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવીને 45 લાખની માંગણી કરી હતી.
જેલમાંથી છૂટીયા બાદ ફરી ખંડણી માંગી
આરીફભાઇએ પૈસા ન આપતા તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.આ અંગે આરીફભાઇએ લાલગેટ પોલીસે સ્ટૅશનમાં ફરિયાદ નોધવી હતી.ત્યારે જ લાલગેટ પોલીસે દ્વારા આસીફ બાપ્ટી અને અનસ સફી રંગરેજઅનસ મીંડીની ધરપકડ કરી હતી.જયારે સૈયદ સજાઉદીન સજજુબાપુ હજી સુધી પોલીસના પકડથી દૂર છે.જેલમાંથી છુટીયા બાદ આસીફ બાપ્ટી અને અનસ સફી રંગરેજ તેનો મિત્ર અનસ મીંડીએ ફરીથી આરીફ કુરેશી પાસે ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું.અંતે આરીફ કુરેશીને આ લોકોનો કોઈ ડર નથી તેમ આસીફ બાપ્ટીને સમજાયું તો તેણે ચકલા બજારના આઝાદ મંઝીલમાં રહેતા રીઝવાન આઝાદે આરીફ કુરેશીને છેલ્લા 10 દિવસથી ફોન કરી તેમજ રૂબરૂ મળી ધમકી આપવા માંડ્યો હતો.
આર.ટી.આઈમાં અરજી અને સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ
રીઝવાને આરીફ કુરેશીને કહ્યું હતુ કે, સૈયદપુરા તુરાવાની મિલ્કત તારી ગેરકાદેસર છે.ત્યાર બાદ આરીફ કુરેશીના બાંધકામ ખોટા છે અને અમે લોકો આર.ટી.આઈમાં અરજી અને સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ આપીયે છીએ.જો તું આ પૈસા નહિ આપે અને સમાધાન નહિ કરે તો તારું બાંધકામ અમે લોકો તોડાવી નાંખીશુ.આમ કહીને રીઝવાને આરીફ કુરેશી પાસેથી આસીફ બાપ્ટીના રૂ.2 લાખ અને અનસ મીંડી મોહમદસફી રંગરેજના રૂ.2 લાખ તેમજ પોતાના રૂ.50 હજાર મળી કુલ રૂ.4.50 લાખની ખંડણી માંગી હતી.
આરીફ કુરેશીએ ઝંઝટ થી કંટાળીને આત્મા હત્યાનું પગલું ભર્યું
આરીફ કુરેશીએ હાલ થોડા દિવસ આગાઉ જ અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રીઝવાનએ નાસિર સુરતીનું નામ આપી ધમકીઓ આપી હતી.આરીફ કુરેશીએ આ બધાજ ઝંઝટ થી કંટાળીને અંતે આત્મા હત્યાનું પગલું ભર્યું.14 ઓક્ટોબરના રોજ તેમનાજ ઓફિસ પર રાતે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી. આ ત્રણના ત્રાસના કારણે અને પોતે નાળકિયા તકલીફોમાં ફસાયા છે. તેમાં લખીને ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આપઘાતના પ્રયાસથી તમને તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાલગેટ પોલીસે તેમની ઓફિસ પર જઈ આપઘાત માટેના કારણો જાણવા મળ્યું હતું. ત્યાર બાદ લાલગેટ પોલીસે બાપ્તિ બાબુદીન શેખ,અનસ મીંડી મોહોમદસફી રંગરેજ, અને રિઝવાન આઝાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા. લાલગેટ પોલીસએ રિઝવાન આઝાદની ધરપકડ કરી છે.