ETV Bharat / city

બહેનના લગ્ન માટે ઝડપથી પૈસા એકઠા કરવા ભાઈએ ATMમાં ચોરીનો કર્યો પ્રયાસ, થયો CCTV કેમેરામાં કેદ

સુરતમાં લિંબાયત મહાપ્રભુનગર લોર્ડ કૃષ્ણા સ્કૂલ પાસે આવેલા ICICI બેન્કના ATMમાં એક યુવાને ATMમાં ચોરીની કોશિશ કરી છે. જેમાં યુવાને બહેનના લગ્ન કરવા માટે પૈસા એકઠા કરવા અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આ ચારીની ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી. જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

બહેનના લગ્ન માટે ઝડપથી પૈસા એકઠા કરવા ભાઈએ ATMમાં ચોરીનો કર્યો પ્રયાસ, થયો CCTV કેમેરામાં કેદ
બહેનના લગ્ન માટે ઝડપથી પૈસા એકઠા કરવા ભાઈએ ATMમાં ચોરીનો કર્યો પ્રયાસ, થયો CCTV કેમેરામાં કેદ
author img

By

Published : Oct 12, 2022, 7:34 PM IST

સુરત બહેનના લગ્ન કરવા માટે પૈસા એકઠા કરવા અને ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી સુરતમાં લિંબાયત વિસ્તારમાં (Limbayat area in Surat) મહાપ્રભુનગર લોર્ડ કૃષ્ણા સ્કૂલ (Mahaprabhunagar Lord Krishna School) પાસે આવેલા ICICI બેન્કના ATMમાં એક યુવાને ATMમાં ચોરીની કોશિશ કરી છે. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

બેન્કના એટીએમમાં જઈ ચોરીની કોશિશ કરી હતી.

બેંકના ATMનો ચેસ્ટ ડોર ખોલવાની કોશિશ 7મી ઓક્ટોબર 2022ના રોજ રાત્રીના સમયે એક યુવાને સુરતના લિંબાયત મહાપ્રભુનગર લોર્ડ કૃષ્ણા સ્કૂલ પાસે આવેલા ICICI બેન્કના ATMમાં જઈ ચોરીની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. આરોપીએ બેંકના ATMનો ચેસ્ટ ડોર ખોલવાની કોશિશ (Attempt to open chest door of bank ATM) કરી હતી. આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો હતો.

આરોપી ડાઇંગ કામ કરે છે ATMમાં ચોરીની કોશિશ અંગે ATMમેનેજર બીપીન વિઠ્ઠલ વરીયાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, આરોપી ફઈયાઝ અહેમદ નિયાજ અહેમદની ધરપકડ કરી છે આરોપી ડાઇંગ કામ કરે છે. આરોપી પરિવારનો સૌથી મોટો પુત્ર છે. બહેન ના લગ્ન નવેમ્બર માસમાં કરવાનો હોય. જેથી ઝડપથી પૈસા એકઠા કરવા માટે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. જેથી તેને આ પગલું ભર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.