સુરત: શહેરના સચીન GIDC વિસ્તારમાં આવેલા રાજકમલ ચાર રસ્તા પાસે પ્લોટ નંબર 362ની રોડની બાજુએ કેમિકલ ભરેલી ટેન્કર લીક થતાં જ 10- 12 મીટર દૂર મજુરો સુતા હતા. કેમિકલ ભરેલી ગેસ લીક (Chemical Tanker Leak Sachin GIDC) થતાં સૂતેલા મજૂરોને ગુંગળામણ થતા પાંચ મજૂરોનું મોત (6 Labour died Sachin GIDC) થયા હતા. તે ઉપરાંત અન્ય 20 મજૂરો પણ ગૂંગળાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અન્ય કારીગરોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) મોકલવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ટેન્કર પાસે લગભગ પંદર- વીસ લોકો જમીન પર પડ્યા હતા: કર્મચારી
આ મામલે વિશ્વ પ્રેમ મિલમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા યુવકે જણાવ્યું હતું કે, કેમિકલ ટેન્કરમાં આગ લાગવાને કારણે ધુમાડો નીકળી રહ્યો હતો, જે બાદ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. અમે જઈને જોયું તો તેમાંથી 3 અમારા લોકો હતા. અમે બહાર જઈને જોયું તો ગેટની બહાર કોઈ કેમિકલ પડેલું હતું, જેમાં આગ લાગી હતી અને ટેન્કર પાસે લગભગ પંદર- વીસ લોકો જમીન પર પડ્યા હતા.
-
સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2022સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2022
કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે તથા કેટલાક દર્દીઓની હાલત સારી
આ બાબતે સિવિલ હોસ્પિટલના (Sachin GIDC Surat Accident) ઇન્ચાર્જ ડોક્ટર પ્રકાશ ચૌધરી જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગ્યે તમને કોલ મળતા અમે હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને કુલ 25 જેટલા દર્દીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 6 મજૂરોના મોત થઈ ગયા છે અને બીજા 20 મજૂરોનું સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે તથા કેટલાક દર્દીઓની હાલત સારી છે.
આ પણ વાંચો: PM Modi rallies cancelled: "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા"
આ પણ વાંચો: Ganguly Family Tested Positive : સૌરવ ગાંગુલી બાદ તેના ઘરના ચાર સભ્યો થયા કોવિડથી સંક્રમિત