ETV Bharat / city

સુરત જિલ્લાની તમામ નગરપલિકાઓમાં ભાજપનો ભગવો

સુરત જિલ્લાની ચાર નગરપાલિકાની જાહેર થયેલી ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તરસાડી નગરપાલિકામાં તો કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું ન હતું.

સુરત
સુરત
author img

By

Published : Mar 2, 2021, 6:37 PM IST

  • નગરપાલિકામાં સી.આર. પાટિલનીનો રિપિટેશન ફર્મ્યુલા સફળ રહી
  • ભાજપને અપેક્ષા કરતાં વધુ સારું પરિણામ મળ્યું
  • કોંગ્રેસનું ગત ટર્મ કરતાં નબળું પ્રદર્શન

સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત જિલ્લામાં ભાજપનું અપેક્ષા મુજબ પરિણામ આવ્યું હતું સામે પક્ષે કોંગ્રેસ સેનાપતિ વગર મેદાનમાં ઉતર્યું હતું. વર્ષ 2015ની ચૂંટણી કરતાં પણ વર્ષ 2021ની ચૂંટણીમાં અપેક્ષા કરતાં પણ ભાજપને વધુ યોગ્ય પરિણામ મળ્યું હતું. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલનો રિપિટેશન ફોર્મ્યુલા સુરત જિલ્લામાં સફળ રહ્યો હતો. મજબૂત સંગઠન સાથે ભાજપ મેદાનમાં ઉતર્યું હતું અને અપેક્ષા મુજબ જ તેમણે પરિણામ મેળવ્યું હતું. જ્યારે કોંગ્રેસમાં સંકલન અને સંગઠનનો અભાવ હતો અને જુથવાદ પણ ચરમસીમાએ હતો. પરિણામે નગરપાલિકાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કડોદરા નગરપાલિકામાં 28માંથી 27 પર ભાજપની જીત

કડોદરા નગરપાલિકામાં ભાજપને તમામ બેઠકો પર જીતની આશા હતી પરંતુ ભાજપમાંથી ટિકિટ નહીં મળતા કોંગ્રેસમાં જોડાયેલા વૉર્ડ નંબર 6ના ઉમેદવાર સંજય શર્મા જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે બીજી તરફ ભાજપે 27 બેઠકો કબજે કરી હતી. જેમાં મહત્વની બેઠકોમાં વૉર્ડ નંબર 2માં કડોદરા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તેમજ સુરત જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અંકુર દેસાઇ ચૂંટણી લડી રહ્યા હતા. તેમની પણ જીત થતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સુરત
સુરત

બારડોલી નગરપાલિકામાં કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું

બારડોલી નગરપાલિકામાં કોંગેસને ગત ટર્મ કરતાં વધુ બેઠક મળવાની આશા હતી. પરંતુ તેમની આ આશા પર મતદારોએ પાણી ફેરવી દીધું હતું. વૉર્ડ નંબર 1માં ટિકિટ ફાળવણી તેમજ અન્ય કેટલાક મુદ્દાઓને લઈ વિસ્તારમાં રહેતા જૈન સમાજના લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી હતી. આથી આ આખી પેનલ જીતી જવાની આશા કોંગ્રેસને બંધાઈ હતી. પરંતુ મહેનતની જગ્યાએ આશા પર જીવતી આવેલી કોંગ્રેસને અહીં પણ હારનો સામનો કરવો પડ્યો હતી. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે વૉર્ડ નંબર 6 જે કોંગ્રેસનો પરંપરાગત વૉર્ડ રહ્યો છે. તેમાં પણ એક બેઠક અપક્ષના ફાળે જતાં કોંગ્રેસને માત્ર ત્રણ બેઠક મળી શકી હતી એટલું નહીં વૉર્ડ નંબર 5માં 3 બેઠક અને વૉર્ડ નંબર 9ની તમામ ચાર બેઠક કોંગ્રેસના કબજામાંથી ભાજપે આંચકી લીધી હતી અને પોતાની સત્તા કાયમ કરી હતી.

માંડવીમાં જુથવાદ વચ્ચે પણ ભાજપે બાજી મારી

માંડવી નગરપાલિકામાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં રોષ હતો. અહીં નગરપાલિકાના ચાલુ પ્રમુખ આશિષ ઉપાધ્યાયની ટિકિટ કાપી નાંખવામાં આવી હતી. પરિણામે ભાજપમાં જુથવાદ પણ ચરમસીમાએ હતો અને નગરમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધરે તેવી અપેક્ષા હતી પરંતુ અહીં પણ ભાજપે 22 બેઠક કબજે કરી હતી. જ્યારે એક અપક્ષ અને એક કોંગ્રેસને ફાળે ગઈ હતી.

તરસાડી નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની

સુરત જિલ્લાના સિનિયર કેબિનેટ પ્રધાન ગણપત વસાવાની માંગરોળ વિધાન સભા મત વિસ્તારમાં આવેલી તરસાડી નગરપાલિકામાં ભાજપે ક્લીન સ્વીપ મેળવી હતી. અહીં તમામ 28 બેઠકો પર કબજો કર્યો હતો. લઘુમતી મત વિસ્તારમાં પણ ભાજપ વિજય મેળવવામાં સફળ રહી હતી. અહીં કોંગ્રેસનું નબળા સંગઠન માળખાને લઈ સુરત જિલ્લાની ચાર નગરપાલિકાનું પરિણામ આ પ્રમાણે છે.

નગરપાલિકા કુલ બેઠક ભાજપ કોંગ્રેસઅપક્ષ
બારડોલી 36 32 31
તરસાડી 28 28 00
કડોદરા 28 2710
માંડવી24 22 11

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.