સુરત: વરાછા પોલીસ મથકમાં ભાજપના કોર્પોરેટર ભરત મોનાએ અરજી કરી છે. આ અરજીમાં તેઓએ જણાવ્યું છે કે, કેટલાક ઈસમો તેઓની ઓફીસ બહાર રેકી કરી રહ્યા છે, તેમજ વીડિયો શુટિંગ કરી રહ્યા છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ અને ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ તેઓ પર જમીનના વિવાદમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે ૫ અરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
વરાછામાં ભાજપના કોર્પોરેટર ભરત મોના પર જગદીશ નગરની જમીનને લઈને ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ૫ જેટલા આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ હવે ફરી એક વખત ભાજપના કોર્પોરેટર ભરત મોનાએ વરાછા પોલીસ મથકમાં અરજી કરી છે, જે અરજીમાં તેઓ જણાવે છે કે, કેટલાક બાઈક સવાર ઈસમો તેઓની ઓફિસની રેકી રહ્યા છે, સાથે જ ઓફીસની બહાર ઉભા રહી વીડિયો શુટિંગ પણ કરી રહ્યા છે. આ અંગેના ફોટા અને સીસીટીવી ફૂટેજ પણ તેઓએ જાહેર કર્યા છે. તેમજ પોલીસ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડે તેવી રજૂઆત કરી છે. હાલ આ મામલે પોલીસ એકશન મોડમાં આવી છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછામાં ભાજપના કોર્પોરેટર ભરત મોના ઉપર વરાછાના જગદીશનગરના પોપડાની કરોડોની જમીન વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવના 5 આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.