સુરત: શહેરમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 10થી 14 દિવસની સારવાર મેળવી કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે જાય છે, પરંતુ આ 10થી 14 દિવસના અંતરાલ તેમની માટે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ અસર પહોંચાડે છે. આવી સ્થિતિમાં દર્દી માનસિક રીતે હળવો મહેસૂસ થાય અને કોવિડ વૉર્ડમાં પોતાનાપણું લાગે આ માટે સુરતના આલ્ફા વન વિસ્તારમાં તૈયાર થયેલ અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં કોવિડ-19 પોઝિટિવ દર્દીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
મેડિકલ સ્ટાફ સહિત અન્ય દર્દીઓ થાળી વગાડીને જન્મ દિનની ઉજવણી કરતા દર્દી પણ ખુશ થયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં મજુરા યુવક મંડળ દ્વારા આ કોમ્યુનિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો સહિત ધારાસભ્ય હર્ષ સંઘવી પણ રોજે જઈ દર્દીઓને મળતા હોય છે. આવી સ્થિતિમાં દર્દીઓના જન્મદિનની ઉજવણી પણ આ કોવિડ હોલમાં કરવામાં આવે છે.