- મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ
- સુરતમાં નિરિક્ષકોની દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા શરૂ
- સૌથી ઓછી 36 રજૂઆત વોર્ડ નંબર 4 કાપોદ્રાથી
સુરતઃ આગામી 21મી ફેબ્રુઆરી 2021ના રોજ સુરત સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા માટે જાહેરાત 23મીના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. હવે રાજકીય પક્ષો પાસે ગણીને 25 દિવસનો સમય છે. ત્યારે ભાજપના નિરીક્ષકોએ આખા રાજ્યમાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા આરંભી છે. સુરત શહેર માટે ત્રણ દિવસ નિરક્ષકો રોકાઈને દાવેદારોને સાંભળવાના છે. જોકે પ્રથમ દિવસે 16 વોર્ડની 64 બેઠક માટે 1041 દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. આજે બીજા દિવસે 14 વોર્ડના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થશે.
સુરતમાં ભાજપ નિરીક્ષકો સામે પ્રથમ દિવસે 16 વોર્ડની 64 બેઠક માટે 1041 દાવેદારી 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રોજ નેતાઓ પોતાના નિયત કાર્યક્રમમાં હાજર રહી શકશે. શહેરના સાત ઝોનમાં અલગ અલગ સાત સ્થળોએ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતાં. જેમાં ભાજપ કાર્યાલય ઉધના ખાતે જ અલગ અલગ રૂમમાં બે વોર્ડ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કુલ 1041 રજૂઆતો પૈકી સૌથી વધુ રજૂઆતો વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોર અને વોર્ડ નંબર 13 વાળી ફળિયા, નવાપુરા, બેગમપુરા, સલાબતપુરામાંથી થઈ હતી.
ભાજપ નિરીક્ષકોની રાજ્યમાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા સૌથી ઓછી 36 રજૂઆત વોર્ડ નંબર 4 કાપોદ્રાથીસૌથી ઓછી 36 રજૂઆત વોર્ડ નંબર 4 કાપોદ્રા અને 41 રજૂઆતો વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી વોર્ડમાંથી થઈ હતી. દરેક દાવેદારને વ્યક્તિગત ધોરણે નિરીક્ષકો સાંભળી રહ્યા છે એવી રજૂઆત નિરીક્ષકો સમક્ષ કરીને સંગઠન મજબૂત હોવાનો દાવો કર્યો હતો. પ્રદેશ ભાજપની વિવિધ સાત ટીમો દ્વારા ટિકિટ વાંચકોને સાંભળવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તર, વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણ અને વોર્ડ નંબર 28 પાંડેસરા વિસ્તારના દાવેદારોને સાંભળવાની જવાબદારી નિરીક્ષક ડોક્ટર ઋત્વિજ પટેલ, ધર્મેન્દ્ર શાહ, વીના પ્રજાપતિને સોંપવામાં આવી હતી.
72 જેટલા ટિકિટ વાંચ્છુઓએ કીધું કોઈને પણ ટિકિટ આપોઉધના મેઇન રોડ પર આવેલા ભાજપ કાર્યાલય ખાતેથી ઉત્તરન વોર્ડમાંથી આવેલા કુલ 206 દાવેદારોએ રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 24ના દાવેદારોને સાંભળવાનો દોર ચાલી રહ્યો હતો તે દરમિયાન દાવેદારી નોંધાવનાર 72 જેટલા ટિકિટ વાંચ્છુઓએ એક થઈને બોર્ડમાં કોઈપણ વ્યક્તિને ટિકિટ આપો અમે ભાજપના ઉમેદવારોને બહુમતીથી જીત મેળવીશુ એવી રજૂઆત કરી હતી. એક તરફ ટિકિટ માટે દાવેદારો પડાપડી કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 24 ના દાવેદારોએ એકજૂથ થઈને ટિકિટ નહી માંગતા નિરીક્ષકોએ પણ તેમની ખેલદિલીને બિરદાવી આવી હતી.