- સુરત મનપાએ ખાનગી હોસ્પિટલો સાથે કરેલા કરાર રદ કર્યા
- મનપાએ કોવિડ સારવાર માટે હોસ્પિટલો સાથે બેડ માટે કર્યા હતા કરાર
- કોવિડ સારવાર માટે બેડના કરાર હોસ્પિટલો આજે સોમવારથી રદ થશે
- શહેરમાં રોજના કોરોના પોઝિટિવ કેસ 50થી નીચે આવતા લેવાયો નિર્ણય
- સમરસ હોસ્ટેલની બિલ્ડીંગનો કબજો યુનિવર્સિટીને સોંપી દેવાયો
સુરતઃ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. હાલમાં કોરોના પોઝિટિવ કેસ રોજ 50ની નીચે આવી રહ્યા છે. આ સાથે જ ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. મનપા દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ ચાલુ છે તો બીજી બાજુ શહેરમાં લોકો ચિંતામુક્ત બની માસ્ક વગર નજરે પડે છે. લોકોએ તકેદારી રાખવી અવશ્ય જરૂરી છે. સુરત મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે કોવિડની સારવાર માટે કરાર કર્યા હતા. જો કે, શહેરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા મનપાએ ખાનગી હોસ્પિટલ સાથે કોવિડ સારવાર માટે કરેલા બેડના કરાર આજથી રદ કર્યા છે.
શહેરમાં રોજના 50થી નીચે આવે છે પોઝિટિવ કેસ
હાલમાં શહેરમાં કોરોના પોઝિટિવ કેસ 50થી નીચે આવી રહ્યા છે. મનપા મનપા દ્વારા પોઝિટિવ દર્દીઓની સારવારને લઇ ખાનગી હોસ્પિટલો સાથે કરેલા કરારની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી હતી. જે રદ કરી દેવાનો મનપા કમિશ્નર દ્વારા નિર્ણય લેવાયો છે.
ધન્વંતરિ રથની સંખ્યા 50 ટકા ઘટાડો
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલ બિલ્ડીંગમાં બનાવવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ મનપાની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલની બિલ્ડીંગનો કબજો યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. વિવાદમાં આવેલા ધન્વંતરિ રથની સંખ્યા 50 ટકા ઘટાડો કરી દેવામાં આવ્યો છે.