ETV Bharat / city

Bardoli Molestation Case: વિધર્મીએ ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને પરિણીતા સાથે કરી છેડતી - બારડોલી ટાઉન પોલીસ

બારડોલીના તલાવડી નજીક કથિત પત્રકાર અને ભુવો બની બેઠેલા વિધર્મીએ અનુસૂચિત જાતિની પરિણીતા સાથે છેડતી (Bardoli Molestation Case) કરી હતી. આ મામલે પરિણીતાએ પરિવારને જાણ કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ વિધર્મી ભૂવાએ પરિણીતાને એક બંધ રૂમમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હતા.

Bardoli Molestation Case: વિધર્મીએ ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને પરિણીતા સાથે કરી છેડતી

author img

By

Published : Mar 4, 2022, 4:03 PM IST

બારડોલી: બારડોલીના તલાવડી નજીક કથિત પત્રકારે ભૂવાના વેશ (Tantric In Bardoli)માં વિધિ કરવાના બહાને અનુસૂચિત જાતિની પરિણીતા સાથે છેડતી (Bardoli Molestation Case)કરતાં બારડોલી ટાઉન પોલીસ મથકમાં છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો (Offenses under Atrocities Act In Bardoli) નોંધાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી.

વિધિ કરવાના બહાને કરી છેડતી

બારડોલીના તલાવડી નજીક સ્મશાનભૂમિની બાજુમાં રહેતો અને પત્રકાર થઈને ફરતો શાબીરબાપુ ઉર્ફે સલીમબાપુ નામનો અન્ય ધર્મનો શખ્સ તેના જ ઘરના ઉપરના માળે ભગત ભૂવાની વિધિ (Tantric Tradition In Surat) કરે છે. ગત 25મી ફેબ્રુઆરીના રોજ એક અનુસૂચિતજાતિની દુખિયારી પરિણીતા તેની સમસ્યા લઈને ભૂવા શાબીરબાપુ પાસે ગઈ હતી. જ્યાં તેણે પરિણીતાને એક બંધ રૂમમાં બેસાડી તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં (Molestation In Surat) કરતાં મહિલા ગભરાઈ ગઈ હતી.

આ પણ વાંચો: આધુનિક યુગમાં અંધશ્રદ્ધાઃ મહિલાને સાપ કરડ્યો તો ભુવા પાસે લઈ ગયાં, જાણો પછી શું થયું?

પરિણીતા અનુસૂચિત જાતિની હોઇ એટ્રોસિટીની કલમ લગાવાઇ

પરિણીતાએ આ અંગે તેના પરિવારજનોને જાણ કર્યા બાદ આખરે બારડોલી ટાઉન પોલીસ (Bardoli Town Police)નું શરણું લીધું હતું. પોલીસે બુધવારે રાત્રે પરિણીતાની ફરિયાદને આધારે શાબીર ઉર્ફે સલીમ બાપુ સામે છેડતી ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા (Atrocities cases in gujarat)ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ SCST સેલના DySP ભાર્ગવ પંડ્યા કરી રહ્યા છે.

આ પણ વાંચો: સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપતા પત્નીએ કરી આત્મહત્યા

વિધિ માટે બનાવેલા સ્થાનકની લીધી મુલાકાત

પોલીસે આરોપી શાબીરની અટક કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ તેના ઘરે વિધિ માટે બનાવેલા સ્થાનકની પણ મુલાકાત લઈ ધર્મપરિવર્તનની પ્રવૃત્તિની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. SCST સેલના DySP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યુ હતું કે, શાબીરબાપુએ વિધિના બહાને મહિલા સાથે છેડતી કરી હોવાની ફરિયાદ મળતા હાલ અમે તપાસ શરૂ કરી છે. આરોપીની અટક કરી કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કોઇની સંડોવણી બાબતે પણ પોલીસની ટીમ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.