- ગોપાલ ઈટાલિયાનું પુતળું દહન કરી વિરોધ નોંધાવાયો
- ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ કરાયા સુત્રોચ્ચાર
- ગોપાલ ઈટાલિયાના ઘરે પહોચી ભાજપ સમર્થકોએ કર્યો વિરોધ
સુરત: ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળમાં હિંદુ ધર્મને લઈને ટીપ્પણી કરી હતી, જેને લઈને વિવાદ શરુ થયો છે. જો કે, આ ટીપ્પણી અંગે ગોપાલ ઈટાલિયાએ માફી પણ માગી લીધી છે. તેમ છતાં વિવાદ શાંત થવાનું નામ લેતો નથી, ત્યારે સુરતમાં પણ ગોપાલ ઈટાલિયાનો ઉગ્રવિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભાજપ દ્વારા મારા અને ઈસુદાન ગઢવી પર હુમલો કરવાનો પ્રયાસ : ગોપાલ ઈટાલિયા
બજરંગ સેનાએ કર્યો ગોપાલ ઈટાલિયાનો વિરોધ
સુરતના ગોડાદરા ખાતે આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે બજરંગ સેના દ્વારા ગોપાલ ઈટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બજરંગ સેનાના કાર્યકરોએ એકત્ર થઈ ગોપાલ ઈટાલિયાનું પૂતળું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. હાજર લોકોએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુત્રોચાર પણ કર્યા હતા. જો કે, બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો: સોમનાથના દર્શનાર્થે આવેલા AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પીઠ બતાવીને કેમ ભાગ્યા? જુઓ
ગોપાલ ઈટાલિયાએ તેમની માતા અને બહેન સાથે અભદ્ર વર્તન થયું હોવાનો કર્યો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, ગતરોજ ભાજપ સમર્થક બે ઈસમોએ ગોપાલ ઈટાલિયાના ઘર સુધી પહોચી વિરોધ કર્યો હતો. આ અંગે ગોપાલ ઈટાલિયાએ તેમની માતા અને બહેન સાથે અભદ્ર વર્તન થયું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ગોપાલ ઈટાલિયાને પોતે ભૂતકાળમાં કરેલી હિંદુ ધર્મ વિશેની ટીપ્પણી ભારે પડી રહી છે. તેમણે આ અંગે માફી માંગ્યા બાદ પણ આ વિરોધ શાંત થવાનું નામ લેતો નથી.