ETV Bharat / city

રાજદ્રોહ કેસમાં જામીન મળતા આદિવાસી સાથીઓ સાથે પથ્થલગડી આંદોલનની એક્ટિવિસ્ટ બબીતાએ કર્યું પરંપરાગત નૃત્ય

author img

By

Published : Aug 6, 2021, 2:47 PM IST

પથ્થલગડી આંદોલનના એક્ટિવિસ્ટ અને મૂળ ઝારખંડની બબીતા(BABITA KASHYAP)ના જામીન મંજૂર થતાં તેના ચાહકો દ્વારા ઢોલ નગારા વગાડી ઉત્સવ મનાવ્યો હતો. એટલું જ નહીં સુરત સબજેલની બહાર બબીતા પોતાના સાથીઓ સાથે પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા પણ નજરે આવી હતી.

પથ્થલગડી આંદોલનની એક્ટિવિસ્ટ બબીતાએ પરંપરાગત કર્યું નૃત્ય

  • બબીતા પર સરકાર વિરુદ્ધ પ્રવૃત્તી સાથે ફેસબુક પેજ પર આપત્તીજનક પોસ્ટ મુકવાના આરોપ
  • મૂળ ઝારખંડની બબીતા કશ્યપની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી
  • જેલની બહાર પણ તેના આદિવાસી સાથીદારો તેનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં એકત્ર થયા

સુરત : ગુજરાતના આદિવાસી જિલ્લામાં સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિ સાથે ફેસબુક પેજ પર આપત્તીજનક પોસ્ટ મુકવાના આરોપમાં રાજદ્રોહ કેસ હેઠળ જેલમાં એક વર્ષથી કારાવાસ ભોગવી રહેલી પથ્થલગડી આંદોલનના એક્ટિવિસ્ટ અને મૂળ ઝારખંડની બબીતા કશ્યપ(BABITA KASHYAP)ની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી છે.

આ પણ વાંચો- દાહોદમાં એટીએસના ધામા, બબીતા કશ્યપના સંપર્કોની તપાસ થવાની શક્યતા

બબીતા પોતાના સાથીઓ સાથે પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા પણ નજરે આવી

બબીતાના જામીન મંજૂર થતાં તેના ચાહકો દ્વારા ઢોલ નગારા વગાડી ઉત્સવ મનાવ્યો હતો. એટલું જ નહીં સુરત સબજેલની બહાર બબીતા પોતાના સાથીઓ સાથે પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા પણ નજરે આવી હતી.

બબીતા કશ્યપ ગુજરાતના તાપી જિલ્લાની હોવાનું કહેવાય છે

બબીતા કશ્યપ (BABITA KASHYAP)પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી છે. બબીતા કશ્યપ ગુજરાતના તાપી જિલ્લાની હોવાનું કહેવાય છે. બબીતા લાંબા સમયથી પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સક્રિય હતી. દરમિયાન પથ્થલગડી સાથે સંકળાયેલી બબીતા ગુજરાતાના આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃત્તિને વેગ આપે છે. પરંતુ એક વર્ષ પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આદિવાસીઓ ગ્રામસભાને જ સર્વોચ્ચ ગણે છે

ફેસબુક પર સરકાર વિરોધી ટિપ્પણીઓ કરવા માટે તેની રાજગરો હેઠળ ધરપકડ કરાઇ હતી. બબીતા પર આરોપ છે કે, તે કેવડિયા, દાહોદ, છોટા ઉદેપુર અને વ્યારાના આદિવાસી વિસ્તારમાં આવી આદિવાસી સમુદાયના લોકોને બંધારણની જોગવાઇની ખોટી સમજણ આપી હતી અને પથ્થલગડી આંદોલન માટે દુષ્પ્રેરણ આપ્યું હતું. આ આંદોલનમાં દેશના કોઇ કાયદાને માન્ય રાખવામાં આવતા નથી અને આદિવાસીઓ ગ્રામસભાને જ સર્વોચ્ચ ગણે છે.

પથ્થલગડી આંદોલન સંબંધિત જેટલાં કેસ નોંધાયા છે

આદિવાસી સમુદાયને બંધારણ પ્રમાણે મળનારા હકોનું અમલીકરણ ન થતા સરકારની ટીકા કરવા બદલ અને વિરોધ દર્શાવતી ફેસબુક પોસ્ટને આધાર બનાવી તેના પર રાજદ્રોહ, સરકાર સામે યુદ્ધ છેડવાનું કાવતરું રચવા સહિતની કલમો નોંધવી યોગ્ય નથી. આ ઉપરાંત અરજદાર સામે ઝારખંડમાં પથ્થલગડી આંદોલન સંબંધિત જેટલાં કેસ નોંધાયા છે. તે ઝારખંડ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. આ ઉપરાંત તેણે ષડયંત્ર રચ્યું હોવાના કોઇ પુરાવાઓ પણ તપાસ અધિકારીઓ પાસે નથી.

આરોપી અરજદાર 24 જુલાઈ 2020થી જેલમાં છે

બન્ને પક્ષની રજૂઆત ધ્યાને લઇ હાઇકોર્ટે નોંધ્યું છે કે, આરોપી અરજદાર 24 જુલાઈ 2020થી જેલમાં છે તેમજ તેની ગુજરાતમાં હાજરી દરમિયાન કોઇ શાંતિં થઇ હોય તેવું લગી રહ્યું નથી. તેથી વીસ હજાર રૂપિયાના બોન્ડ પર અરજદારની જામીન અરજી મંજૂર કરવામાં આવે છે.

આ પણ વાંચો- 2020માં રાજદ્રોહના કેસમાં બબીતા કશ્યપના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા

બબીતાના સમર્થનમાં નારેબાજી થઈ

બબીતા(BABITA KASHYAP)ના જામીન મંજૂર થતાં તેના ચાહકો દ્વારા ઢોલ નગારા વગાડી સુરત સબ જેલ બહાર ઉત્સવની જેમ ઉજવણી કરી હાર ફુલ પહેરાવીને પરંપરાગત નૃત્ય સાથે તેનું સ્વાગત કરાયું. આ નૃત્યમાં બબીતા સામેલ થઈ, તેના સમર્થનમાં નારેબાજી થઈ હતી. જેલની બહાર પણ તેના આદિવાસી સાથીદારો તેનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જેલ બહાર આવતાની સાથે બબીતાએ જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, વિરોધ દર્શાવતી ફેસબુક પોસ્ટ અને સરકારી ટીકાના કારણે તેના પર રાજદ્રોહનો ગુનો દાખલ ન કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.