ETV Bharat / city

તાજીયા પર તિરંગો : લાઇટિંગ સાથે પ્રદર્શિત કરવામાં આવતા ધર્મ સાથે દેશભક્તિ છવાઈ

ઇસ્લામ ધર્મના પેગંબર હજરત મોહમ્મદના દોહીત્ર ઇમામ હુસેન અને તેમના સાથીઓની સહાદતના દિવસે મહોરમ પર્વ 2022 (Muharram Festival 2022) મનાવવામાં આવે છે. આ દિવસે સુરત સહિત રાજ્યભરમાં મોહરમ નિમિત્તે તાજીયા જુલુસ નીકળતા હોય છે. આ સાથે જ, આ વખતે સુરતમાં તાજીયામાં આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) અભિયાન જોવા મળી રહ્યું (Tricolor On Tajiya Muharram) છે.

તાજીયા પર તિરંગો
તાજીયા પર તિરંગો
author img

By

Published : Aug 9, 2022, 7:16 PM IST

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. દેશ પોતાનો આઝાદીનો અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે દેશભક્તિના રંગમાં સુરતના મુસ્લિમ બિરાદરો જોવા મળી રહ્યા છે, તાજીયા જુલુસમાં (Muharram Festival 2022) પણ આઝાદી કા અમૃત મહોત્સવનો રંગ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. સુરતના નાનપુરા વિસ્તાર ખાતે આવેલા મોમન વાડ ઈમામ બાડામાં રહેતા મહંમદ ઇમરાન મીઠાઈ વાળાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજીયા બનાવ્યાં છે, પરંતુ આ વર્ષે તેની ઝલકમાં દેશભક્તિનો રંગ પણ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, ચારે બાજુ તાજીયામાં તિરંગા જોવા મળે છે, એટલું જ નહીં લાઈટના માધ્યમથી પણ તાજીયા ઉપર તિરંગાની પ્રતિકૃતિ લોકો જોઈ શકે તેવો પ્રયાસ કરવામાં (Har ghar tiranga Champion) આવ્યો છે.

આ પણ વાંચો : LIVE VIDEO : તાજીયા જુલૂસમાં વીજ-કરંટ, બેના મોત

અમનચેન અને શકુન રહે તે માટે દુવાઓ : મોહમ્મદ ઈમરાન મીઠાઈ વાળાએ જણાવ્યું હતું કે, અમે મોહરમમાં દર વર્ષે તાજીયા બનાવીએ છીએ, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ મહોરમ આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને તાજીયા ઉપર આવી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં દેશની આન બાન અને શાન પ્રતિક આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ જેને દર વર્ષે અમે સલામી પેશ કરતા હોઈએ છીએ, તેને તાજીયા ઉપર લાઇટિંગના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને દેશની અંદર અમનચેન અને શકુન રહે તેની માટે અમે દુવાઓ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : Har Ghar Tiranga : વડોદરાનો સૌથી ઊંચો તિરંગો 15 ઓગસ્ટે ફરકાવાશે ખરો?

લાઇટિંગના માધ્યમથી તિરંગા પ્રદર્શિત : સાથે તેઓએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે અમે તાજીયા ઉપર પ્રાર્થના કરી રહ્યા છે, હાલ જે હર ઘર તિરંગા અભિયાન દેશમાં ચાલી રહ્યું છે, તેનાથી પ્રભાવિત થઈને અમે તાજીયા ઉપર લાઇટિંગના માધ્યમથી તિરંગા પ્રદર્શિત કરી રહ્યા છે અને આજે તાજીયા ઉપર ઇમામ છે. તાજી અને સંપત્તિ તરીકે કહેવાય છે, તો તેની ઉપર પણ આ તિરંગા હોવા જોઈએ, આ વિચાર સાથે અમે આ તાજીયા બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.