- સુરતના પ્રસંગ જવેલર્સમાં ઈસમોએ દુકાનદાર પર જીવલેણ હુમલો કરી ફરાર
- દુકાનદારે બુમાબુમ કરતા હુમલાખોરો નાસી ગયા
- દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ
સુરત : શહેરના વેડરોડ પર પાર્થ કોમ્પલેકસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પ્રસંગ જ્વેલર્સ આવેલું છે. આ દુકાન પર નીતિનભાઈ નગીનભાઈ સોની દુકાનમાં બેઠા હતા. સાંજના સમયે અહી બે થી ત્રણ ઈસમો આવ્યા હતા. અને દુકાનદારને સોનાની લકી જોવા માંગી અને ત્યારબાદ માળા જોઈ હતી.ઇસમોએ અચાનક દુકાનદાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. દુકાનદારે બુમાબુમ કરતા હુમલાખોરો નાસી ગયા હતા. બીજી તરફ ઈજાગ્રસ્ત હાલતમાં દુકાનદાર દુકાનની બહાર આવી પહોચ્યા હતા. જ્યાં હાજર લોકોએ તેઓને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા.
સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન
દુકાનમાં લગાવવામાં આવેલી સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ લઈને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. જોકે દુકાનમાં કોઈ લુંટ થઇ છે કે કેમ તે હજુ જાણી શકાયું નથી. દુકાનદારને હાલ 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.