- મનપાની દબાણખાતાની ટીમ પર હુમલો
- કતારગામ વિસ્તારમાં દબાણ દુર કરવા ગઈ હતી ટીમ
- ત્રણ કર્મચારીઓને હાથમાં સામાન્ય ઈજાઓ પહોચીં
સુરત: કતારગામ વિસ્તારમાં દબાણ દુર કરવા ગયેલી મનપાની દબાણખાતાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ કર્મચારીઓને હાથમાં સામાન્ય ઈજાઓ પહોચીં હતી. હુમલો કરનારા એક વ્યક્તિને દબાણખાતાની ટીમે ઝડપી પાડી કતારગામ પોલીસને સોપ્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
લારી અને પાથરણા કરતા લોકો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું
સુરતમાં દબાણખાતાની ટીમ દબાણ દુર કરવા જાય છે, ત્યારે લારી અને પાથરણાવાળા વ્યક્તિઓ વચ્ચે અવારનવાર ઘર્ષણના બનાવો બને છે. અને ભૂતકાળમાં મારામારી સુધીના દ્રશ્યો પણ સામે આવી ચુક્યા છે, ત્યારે ફરી એક વખત દબાણ ખાતાની ટીમ અને પાથરણાવાળા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાળાઆશ્રમ રોડ પાસે મનપાની દબાણખાતાની ટીમ દબાણદુર કરવા ગઈ હતી. તે વેળાએ લારી અને પાથરણા કરતા લોકો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું હતું.
ત્રણ કર્મચારીઓને હાથપગના ભાગે ઈજા થઇ
જેમાં દબાણખાતાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ કર્મચારીઓને હાથપગના ભાગે ઈજા થઇ હતી. જોકે હુમલો કરનારા એક વ્યક્તિને દબાણખાતાની ટીમે પકડી પાડ્યો હતો અને બાદમાં તેને કતારગામ પોલીસ મથકે લઇ જઈને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ મામલે દબાણખાતાની ટીમના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તીજવીજ હાથ ધરવામાં આવી હતી.