- રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત RTOને શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે
- શનિવારની એપોઇમેન્ટ પણ રિશિડ્યુલ કરી દેવામાં આવી
- એપોઈમેન્ટ મોબાઈલ મારફતે મેસેજ દ્વારા અપાશે
સુરતઃ રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજ્યની તમામ RTO શનિવાર-રવિવારે બંધ રહેશે. શનિવારે જે લોકોએ ડ્રાઇવિંગ, કોમ્પ્યુટર ટેસ્ટ કે પછી વાહનોને લગતા કોઈપણ કામકાજ માટે જો એપોઈમેન્ટ લીધી હશે, તે એપોઈમેન્ટ મોબાઈલ મારફતે મેસેજ દ્વારા આપી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોના ઇફેકટ: આરટીઓમાં લાયસન્સ સંબધિત તમામ કામગીરી બંધ
તમામ એપોઇમેન્ટ રિશિડ્યુલ કરાશે
સરકારના આદેશ મુજબ તમામ RTO શનિવાર અને રવિવારે બંધ રહેશે. સાથે તમામ લીધેલી એપોઇમેન્ટને પણ રિશિડ્યુલ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકારની RTO કચેરી શનિ-રવિ રહેશે બંધ
સુરત RTO ઇન્ચાર્જ અધિકારી હાર્દિક પટેલે કહ્યું છે કે, સુરતની જાહેર જનતાને જણાવા માંગુ છું કે, સામાન્ય વહીવટી વિભાગમાં જે લેટેસ્ટ સર્ક્યુલર આવેલો છે, તેના ભાગરૂપે રાજ્ય સરકારની RTO કચેરી શનિવાર એટલે 29-6-2021ના રોજ બંધ રહેશે.
આ પણ વાંચોઃ પાટણમાં નિયમોને આધીન RTO કચેરી પુનઃ શરૂ થઈ
ડ્રાઇવિંગ ટેસ્ટ કે વાહનને લગતી એપોઇમેન્ટ ફરી નવી આપવામાં આવશે
જે લોકો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ કે વાહનને લાગતી કોઇ પણ એપોઇમેન્ટ લીધી હશે, તે લોકોને નવી એપોઇમેન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.