ETV Bharat / city

સુરત જિલ્લામાં 15 વર્ષીય કિશોરીને ગર્ભવતી બનાવનારા યુવકની ધરપકડ - Arrest of a young man who made a pregnant woman

સુરતમાં એક 15 વર્ષની કિશોરી સોશિયલ મીડિયા થકી એક યુવકના સંપર્કમાં આવી તે યુવક જોડે ફ્રેન્ડશીપ કરી હતી. ત્યારબાદ તે કિશોરી અવારનવાર યુવકને મળતી હતી. યુવક તે કિશોરી સાથે પ્રેમ ભરી વાતો કરીને કિશોરી સાથે સબંધો બાંધ્યા હતા. જેથી કિશોરી ગર્ભવતી થઈ હતી.

સુરત જિલ્લામાં 15 વર્ષીય કિશોરીને ગર્ભવતી બનાવનારા યુવકની ધરપકડ

author img

By

Published : Feb 1, 2021, 5:28 PM IST

Updated : Feb 1, 2021, 5:44 PM IST

  • કિશોરીને ગર્ભવતી બનાવનારા યુવકની ધરપકડ
  • સોશિયલ મીડિયા થકી કિશોરી આવી હતી યુવકના સંપર્કમાં
  • દુષ્કર્મની પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ

સુરતઃ જિલ્લામાં એક 15 વર્ષની કિશોરી સોશિયલ મીડિયા થકી એક યુવકના સંપર્કમાં આવી તે યુવક જોડે ફ્રેન્ડશીપ કરી હતી. ત્યારબાદ તે કિશોરી અવારનવાર યુવકને મળતી હતી. યુવક તે કિશોરી સાથે પ્રેમ ભરી વાતો કરીને કિશોરી સાથે સબંધો બાંધ્યા હતા. તે કિશોરીને એક દિવસ પેટમાં દુખતા હોસ્પિટલમાં બતાવવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરે કિશોરીના મા-બાપને જણાવ્યું કે તમારી પુત્રી ગર્ભવતી છે. આ વાત જાણતા જ માતા-પિતાને જમીન પરથી પગ ખસી ગયા હતા. માતા-પિતાએ આ બાબતે કિશોરીને પૂછતા કિશોરીએ સમગ્ર ઘટના માતા-પિતાને કહી હતી. છોકરીના માતાપિતાએ પુત્રી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ લગાવી ધરપકડ કરી

પોલીસે દુષ્કર્મની ફરિયાદ અનુસાર યસ વિજય કાકડીયાની ધરપકડ કરી છે. યસ દ્વારા આ કિશોરી સાથે અવારનવાર દુષ્કર્મ આર્ચયુ હતું. પોલીસે જ્યારે યસને પૂછ્યું કે તું આ કિશોરીના સંપર્કમાં કઈ રીતે આવ્યો ત્યારે યશે જવાબ આપ્યો કે, સોશિયલ મીડિયા થકી આ કિશોરી સંપર્કમાં આવી હતી. તેમજ તેણે કહ્યું કે, મને જાણવા મળ્યું કે આ છોકરી મારા ઘર નજીક રહે છે. ત્યારે હું છોકરીને અવારનવર મળતો હતો. અમુકવાર સાથે ફરવા પણ જતા હતા. બાદમાં મારી મિત્રતા થઈ ગઈ હતી. પોલીસે યસ વિરુદ્ધ દુષ્કર્મની કલમ લગાવી ધરપકડ કરી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. કિશોરીને ગર્ભ છે આ આ વાતથી કિશોરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એ જ વાતને લઈને કિશોરી સૌથી પહેલા પોલીસ અને માતા-પિતાને દુષ્કર્મ કરનારા યુવકનું ખોટું નામ બોલીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલ ચેક કરતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને જાણવા મળ્યું કે, દુષ્કર્મ કરનાર યુવકનું નામ યસ વિજયભાઈ કાકડિયા છે. પોલીસે તરત આ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Feb 1, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.