ETV Bharat / city

સુરત જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવા માટે મંગાવાઈ અરજીઓ - Olympics -2024

ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ભારતભરમાં 1 હજાર ખેલો ઈન્ડિયા સેન્ટરો શરૂ કરવા માટે યોજના અમલમાં મુકવામાં આવી છે. આગામી "ઓલિમ્પિક - 2024"ને ધ્યાને લઈને જિલ્લા કક્ષાએ શરૂ થઈ રહેલા છે. રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે સુરત જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવા માટે અરજીઓ મંગાવામાં આવી છે.

સુરત જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવા માટે મંગાવાઈ અરજીઓ

author img

By

Published : May 25, 2021, 1:21 PM IST

  • રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરાશે
  • દેશમાં ખેલો ઇન્ડિયા યોજના હેઠળ 1000 સેન્ટરો શરૂ કરાશે
  • ઓલિમ્પિક-2024 ધ્યાનમાં લઈને જિલ્લા કક્ષાએ શરૂ થશે સેન્ટરો

સુરતઃ ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ભારતભરમાં 1 હજાર ખેલો ઈન્ડિયા સેન્ટરો શરૂ કરવા માટે યોજના અમલમાં મુકવામાં આવી છે. આગામી "ઓલિમ્પિક - 2024"ને ધ્યાને લઈને જિલ્લા કક્ષાએ શરૂ થઈ રહેલા છે. આ સેન્ટરમા આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટીંગ, કુસ્તી જેવી 14 રમતોનો સમાવેશ કરવામા આવ્યો છે. 'ખેલો ઇન્ડિયા સેન્ટર' માં વધુમા વધુ ત્રણ રમતો, તથા રમત દીઠ ઓછામાં ઓછા 30 તાલીમાર્થીઓ હોય તેવી સંસ્થા અથવા ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી બીજા ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સને સંબોધિત કરશે

'ખેલો ઇન્ડિયા સેન્ટર' માટે સરકાર સહાય પુરી પાડશે

'ખેલો ઇન્ડિયા સેન્ટર' માટે પ્રત્યેક રમત દીઠ એક વખત શરૂઆતની સહાય રૂપિયા પાંચ લાખ મળવાપાત્ર થશે. ત્યાર બાદ જરૂરી સ્ટાફનુ માનદ વેતન, રમતના નવા સાધનો ખરીદી કરવા, સ્પોર્ટ્સ કીટ, સ્પર્ધામા ભાગ લેવા માટે થનારા ખર્ચ વગેરે માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખની સહાય પણ સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.
ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર સુરત જિલ્લામા 'ખેલો ઇન્ડિયા સેન્ટર' શરૂ કરવા અંગે ભૂતપૂર્વ વિજેતા ખેલાડી કે જેઓ રમતનુ પ્રશિક્ષણ આપતા હોય, કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઈવેન્ટમા નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એસોસીએશન હેઠળ (1) આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમા ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય, (2) સિનિયર નેશનલ ટુર્નામેન્ટ તથા 'ખેલો ઇન્ડિયા ગેમ્સ'મા મેડલ મેળવેલા હોય, (3) ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમા મેડલ વિજેતા હોય (4) સિનિયર નેશનલ ટુર્નામેન્ટમા રાજ્યનુ પ્રતિનિધિત્વ કર્યુ હોય, અથવા ઓલ ઈન્ડિયા ગેમ્સમા ભાગ લીધો હોય, કે જેઓની ઉંમર ૪૦ વર્ષથી નીચે હોય તેવા ખેલાડીઓ તથા પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી સ્પોર્ટ્સ એકેડેમી/સંસ્થાઓ/શાળાઓ પોતાની દરખાસ્ત (વધુમા વધુ ત્રણ રમતો માટે) મોકલી શકે છે.

આ પણ વાંચોઃ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં દુતી ચંદે જીત્યો ગોલ્ડ

વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે

આ અંગેની વિગતવાર અરજી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જુની કોટ બિલ્ડીંગ, પહેલો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે તા. 26 મેંના બપોરે 2 વાગ્યા સુધીમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મોકલી આપવાની રહેશે. આ અંગેનુ અરજી ફોર્મ nsrs.khelbindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન મેળવી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.