ETV Bharat / city

એક એપ્લિકેશન બની કોરોના સામે મજબૂત હથિયાર

સુરતમાં વધતા કોરોના વચ્ચે એપ્લિકેશન કારગત સાબિત થઇ. સ્થાનિક તંત્ર દ્વારા શહેરમાં દર્દીઓ અંગેની તમામ વિગતો પર નજર રાખવામાં આવે છે. જેના કારણે તંત્રને કોરોનાને નાથવામાં સફળતા મળી છે.

એક એપ્લિકેશન બની કોરોના સામે મજબૂત હથિયાર
એક એપ્લિકેશન બની કોરોના સામે મજબૂત હથિયાર
author img

By

Published : May 11, 2021, 9:17 PM IST

  • તંત્રને મળી એપ્લિકેશનની મદદ
  • કોરોનાને નાથવામાં મળી સફળતા
  • કોરોનાની સ્થિતિ પર રાખવામાં ચાંપતી નજર

સુરત: મનપાની એક એપ્લિકેશન શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ છે. શહેરમાં જ્યારે કોરોના સંક્રમણ ન હતું ત્યારે જેમિની એપનો ઉપયોગ સામાન્ય રોગની માહિતીની આપ લે કરવા માટે થતો હતો પરંતુ જ્યારે આ સંક્રમણ વધ્યું ત્યારે આ એપનો ઉપયોગ કોરોના સંક્રમણ અંગેની માહિતી મોનિટરિંગ અને કોરોનાની વ્યાપક અસરને રોકવા માટે કરવામાં આવ્યો હતો. જેના કારણે મહાનગર પાલિકાના તમામ અધિકારીઓ કોરોના સંક્રમણની અસર ઓછી કરવામાં સફળ થયા છે. દેશમાં એક આ અલગ પ્રકારની એપ્લિકેશન છે જેના માધ્યમથી કોરોના ઉપર બાજ નજર રાખવામાં આવતી હતી.

એપ દ્વારા તંત્રને મળે છે તમામ

જેમિની એપનો ઉપયોગ સુરત શહેરમાં કોરોના સંક્રમણને વધવાથી રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ એપની ખાસિયત છે કે એપ્લિકેશનમાં શહેરની ખાનગી હૉસ્પિટલ, ક્લિનિકમાં સામાન્ય તાવ, શરદી અને ખાસીની સારવાર લેતા દર્દીઓની માહિતી તબીબો મનપાને આપે છે. જેથી કરી મનપાને તમામ માહિતી મળે છે. આ જ જેમિની એપ્લિકેશન સમગ્ર દેશમાં રોલ મોડલ બની છે. મનપાએ એક સરળ વ્યવસ્થા તૈયાર કરી છે, જે અંતર્ગત ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉકટર્સ તેમને ત્યાં આવતા તેમના વિસ્તારના દર્દીઓની માહિતી રોજ અપલોડ કરે છે. જેનાથી મનપાનો આરોગ્ય વિભાગ એવા દર્દીઓની માહિતી મેળવી શકે અને પ્રથમ તબક્કામાં કોરોનાના લક્ષણો હોય તો યોગ્ય સારવાર આપી શકે. આ ઉપરાંત તેનાથી બીજા દર્દીઓમાં પણ કોરોના ફેલાતો અટકાવી શકાય.

વધુ વાંચો: સુરતના કીમ ગામની દુકાનો 1 વાગ્યા પછી થઈ બંધ

એપ દ્વારા તંત્ર ફોરકાસ્ટ મોડેલ કરે છે તૈયાર

આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં આવતા લોકોની જાણકારી પણ આ એપના માધ્યમથી કર્મચારીઓ મેળવી શકે છે અને કોણે કોરોના ટેસ્ટિંગ કરાવ્યા છે કે અને કોણે નહીં. કયા વિસ્તારમાં કેટલા કોરોના કેસો વધ્યા છે આ પ્રકારની તમામ માહિતી આ એપથી મળતી હોય છે. જેના કારણે પાલિકાને અનેક નિર્ણય લેવામાં સફળતા મળી છે. પાલિકાના ફોરકાસ્ટ મોડેલ તૈયાર કરતી હતી, જેના કારણે કયા વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ વધ્યું છે અને ત્યાં કઈ વસ્તુની જરૂરિયાત વધી શકે છે અને બેડની વ્યવસ્થાથી લઈ મેડિકલ ઉપકરણો અંગેની તૈયારીઓ કરતી હતી. આ એપના માધ્યમથી વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાની પણ કામગીરી કરવામાં આવી છે. જેના કારણે મનપાને સર્વેની કામગીરીમાં પણ રાહત મળી હતી અને આ જ કારણ છે કે દેશમાં આ પ્રકારની એપ્લિકેશનના ઉપયોગથી સુરત એકમાત્ર એવું શહેર બન્યું છે. જેના કારણે ડિજીટલાઇઝેશનથી કોરોના સંક્રમણ ઓછું કરવામાં સફળતા મળી છે.

વધુ વાંચો: રાજકોટ સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે જુદા-જુદા 5 પ્રકારનાં કરાતા દૈનિક 4,500થી વધુ રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.