દિલ્હી સ્થિત અરજદાર પવન પાઠક દ્વારા દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે, વિધાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ખાનગી ટ્યુશન ક્લાસિસ માટે નિયમો બનવવામાં આવે. ખાનગી ટયુશન કલાસ માટે પણ કેટલાક માપદંડ હોવા જોઈએ. દેશમાં શૈક્ષણિક સિસ્ટમની સાથે ખાનગી ટયુશન ક્લાસમાં વધારો થઈ રહ્યો છે. એસોચેમના સર્વે મુજબ ૮૭ ટકા પ્રાઇમરી સ્કૂલના અને 95 ટકા હાયર સેકન્ડરીના બાળકો ખાનગી ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરે છે. જેથી ખાનગી ટ્યૂશન અને સંસ્થાઓ માટે નિયમો બનાવવાની તાતી જરૂર છે.
આજે સારી ટકાવારી મેળવવા માટે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી ટ્યુશન ક્લાસમાં મોકલે છે, ત્યારે બાળકોની સુરક્ષાને લઈને ટ્યુશન ક્લાસમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી જોઈએ. ખાનગી સર્વે પ્રમાણે વાલીઓ પોતાની આવકના એક-તૃતીયાંશ ભાગ બાળકોની ટ્યુશનના ખર્ચ પાછળ ભોગવે છે.
બંધારણીય રીતે પણ બાળકો સુરક્ષા મેળવવા માટે બંધાયેલા છે. જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસને સુરક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે એવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી હતી. ખાનગી સંસ્થાઓ જાહેરકર્યો કરી રહી હોવાથી બંધારણના અનુછેદ-12 પ્રમાણે જવાબદારી હેઠળ આવે છે.