સુરતઃ માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાકાળથી લઈને અત્યાર સુધી કોરોના વોરિયર્સ ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે અને લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા માટે જણાવી રહ્યાં છે. છતાં પણ સુરતમાં વધી રહેલા કેસોની સંખ્યા લોકોની લાપરવાહી દર્શાવી રહી છે. વળી કોરોના પોઝિટિવ દર્દીઓની ટ્રીટમેન્ટ કરતાં ઘણા કોરોના વોરિયર્સ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યાં છે .ત્યારે સુરતની પૂજા જૈન દ્વારા કોરોના વોરિયર્સની કામગીરીની સરાહના થઈ શકે અને લોકોમાં વધુ જાગૃતતા આવી શકે એ માટે જૂથ અને એન્ટી બેક્ટીરિયલ ફેબ્રિકની રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી પર કોરોના વોરિયર્સ એવા નર્સ, ડોક્ટર, પોલીસ અને અંતિમક્રિયા કરાવનાર વોરિયર્સ તેમજ અન્ય વોરિયર્સ વિશે સ્લોગન લખીને તેમનો આભાર માનવામાં આવ્યો છે.
કોરોના વોરિયર્સની કામગીરીની સરાહના માટે એન્ટિબેક્ટેરિયલ ફેબ્રિકની રાખડી બનાવવામાં આવી - સૂરત
રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. કોરોના કાળમાં ખડેપગે ફરજ બજાવી રહેલાં કોરોના વોરિયર્સની કામગીરીની સરાહના માટે એન્ટિબેક્ટેરિયલ ફેબ્રિકની રાખડી બનાવવામાં આવી છે. સેનેટાઇઝ રાખડીમાં કપરા સમયે લોકોની સેવા કરનાર લોકો સામેલ છે. સાથે સેનટાઈઝર સહિત માસ્ક પણ બનાવવામાં આવ્યાં છે.આ ખાસ રાખડી સુરતની પૂજા જૈન દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે PM મોદી, સોનુ સુદ અને સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરનાર અબ્દુલભાઈને આપશે.