- સૌરાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ માટે આઈસોલેશન સેન્ટર શરૂ
- સુરત એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેનમાં 9 ડોક્ટરની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી
- અન્ય 9 ડોક્ટર રવિવારે બાય રોડ સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા
સુરતઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સહાય માટે એક આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ સેન્ટર પર એક્સપર્ટ ડોક્ટરની ટીમ તહેનાત કરવામાં આવી છે. સુરત એરપોર્ટથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં 9 ડોક્ટરની ટીમ તેમજ અન્ય 9 ડોક્ટર બાય રોડ સેવા આપવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. રવિવારે બાય રોડ ગયેલા એમડી ડોકટર્સ સહિત આજે ગયેલા ડોક્ટર્સ સૌરાષ્ટ્ર પહોંચી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયા છે.
આ પણ વાંચોઃ કોરોના મહામારી વચ્ચે ટેટોડા ગૌશાળા ખાતે ચાલુ કરાયો અનોખો આઇસોલેશન વોર્ડ
સુરત અને સૌરાષ્ટ્ર બંને જગ્યાએ સેવા આપી શકે તે માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા
સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં ડોક્ટર્સ ભાવનગર અને ત્યાંથી રાજકોટ પહોંચીને આઈસોલેશન સેન્ટરની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. સુરત અને સૌરાષ્ટ્ર બન્ને સ્થળ ઉપર યોગ્ય સમયે સારવાર આપી શકે તે માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નિષ્ણાંત ડોક્ટરો સવારે જઈને સાંજે પરત ફરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ એક સપ્તાહ માટે સેવા આપશે.
કોરોનાના દર્દીઓને સેવા કરી રહ્યા છે
ડોક્ટરો એક તરફ જ્યારે કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ડોક્ટરોને દર્દીઓને સારવાર કરવા ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. દર્દીઓને કોરોના સંક્રમણ બાદ આપવામાં આવતી મોંઘી દવાથી લઈને વિટામીનની દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. કરુણેશ રાણપરિયાએ કહ્યું કે, શારીરિક સારવારની સાથે માનસિક રીતે તેમનો ડર દૂર કરવાના પ્રયત્ન પણ સ્વંયસેવકો કરશે અને ઓછી ઉંમરના જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા પહેલા જ દિવસે 28 જેટલા રેમડેસીવીર ઈન્જેક્શન પણ નિઃશુલ્ક આપ્યા છે.
જૂનાગઢમાં રેમડેસિવિર 15,000થી 25,000 સુધીમાં વેચાય છે
સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ રેમડેસિવિર ઈન્જેકશનની કાળાબજારીએ માનવતા નેવે મૂકી છે. કરુણેશભાઈએ વધુમાં જણાવ્યું કે, જૂનાગઢમાં રેમડેસિવિર ઈન્જેક્શન 15,000થી લઈને 25,000 સુધીમાં વેચી રહ્યા છે. એક દર્દીને જ્યારે અમે ત્રણ ઈન્જેકશન આપ્યા ત્યારે તમને રડતા રડતા પૂછ્યું હતું કે, કેટલી કિંમત આપવાની છે ત્યારે અમારી આંખમાં પણ આંસુ આવી ગયા હતા કે કાળાબજારીને કારણે લોકોમાં ભય છે. જો કે અમે ઈન્જેકશન તેમને ફ્રી માં આપી ન ડરવા સમજાવ્યા હતા.