ETV Bharat / city

નાઈટ કરફ્યૂના કારણે એક મહિનામાં હોટેલ ઇન્ડસ્ટ્રીઝને અંદાજીત 200 કરોડ રૂપિયાનું નુકસાન - રેસ્ટોરન્ટ

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે ત્યારે તેની સામે મૃત્યુઆંક પણ એટલો જ વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં કરફ્યૂની જાહેરાત કરી છે. જોકે આ નાઈટ કરફ્યૂ વચ્ચે સૌથી દયનીય હાલત રેસ્ટોરન્ટ ધારકોની બની છે. હાલમાં એવી હાલત બની ગઈ છે કે રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ નોકરી છોડીને જઈ રહ્યા છે. એક મહિનામાં સુરતને 200 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

નાઈટ કરફ્યૂના કારણે એક મહિનામાં હોટેલ ઇન્ડસ્ટ્રીઝને અંદાજીત 200 કરોડ રૂપિયાનું નુકસાન

author img

By

Published : Apr 21, 2021, 3:50 PM IST

  • સુરતમાં કોરોનાનો કહેર યથાવત
  • રેસ્ટોરન્ટ માલિકોએ મુખ્યપ્રધાન પાસે માગ કરી કે, 10 દિવસનું લોકડાઉન જાહેર કરો
  • રેસ્ટોરન્ટના કર્મચારીઓ નોકરી છોડી વતન જઇ રહ્યાં છે

સુરતઃ છેલ્લા એક મહિનાથી સુરત શહેરમાં કરફ્યૂ ચાલી રહ્યું છે. કરફ્યૂને કારણે સાત કલાકે તમામ દુકાનો અને રેસ્ટોરન્ટ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યાં છે. સૌથી કફોડી હાલત રેસ્ટોરન્ટ ધારકોની બની છે. સામાન્ય રીતે લોકો સાંજે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે. જોકે સાંજે સાત કલાકે પોલીસ દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવતા માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં અંદાજીત 200 કરોડ રૂપિયાનું નુકસાન રેસ્ટોરન્ટ માલિકોને થયું છે.

નાઈટ કરફ્યૂના કારણે એક મહિનામાં હોટેલ ઇન્ડસ્ટ્રીઝને અંદાજીત 200 કરોડ રૂપિયાનું નુકસાન

આ પણ વાંચોઃ પાંચ મહિનામાં દક્ષિણ ગુજરાતની તમામ હોટલ્સને રૂપિયા 500 કરોડનું નુકસાન

હાલ ઘરાકી માત્ર 15 ટકા જેટલી જ જોવા મળી રહી છે

જે રીતે હાલ સુરતમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને જોતા હોટલમાં કામ કરતા કર્મચારીઓ પણ પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. બીજી તરફ રેસ્ટોરન્ટ માલિકો દ્વારા પણ સ્ટાફને અડધો કરી દેવાયો છે. હોટેલ એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, હાલ ઘરાકી માત્ર 15 ટકા જેટલી જ જોવા મળી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં રેસ્ટોરન્ટના માલિકોએ પોતાની રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવશે. હાલ રેસ્ટોરન્ટના માલિકો દ્વારા મુખ્યપ્રધાન પાસે એક જ માગ કરી રહ્યા છે કે, એક સાથે 10 દિવસનું લોકડાઉન જાહેર કરો અને ત્યારબાદ તમામ જે દુકાન અને રેસ્ટોરન્ટ બંધ છે તેને ખોલવા માટેનો યોગ્ય સમય આપવામાં આવે.

આ પણ વાંચોઃકોરોનાની માઠી અસર, ભાડા પર ચાલતી રેસ્ટોરન્ટ થઈ બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.