- સુરત કમિશ્નરે શહેરની જનતા માટે બહાર પાડ્યો ઓડિયો મેસેજ
- કામ વગર ઘરની બહાર જવાનું ટાળો
- કોરોના ગાઇડલાઇનનું લોકો કરે કડકાઈથી પાલન
સુરત :સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એક ઓડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આ કોરોનાની બીજી લહેર છે. અત્યારે ખૂબ વધારે સંક્રમણ છે, લોકો માસ્ક સાથે જ બહાર નીકળે, કામ વગર કોઈ પણ બહાર ન નિકળે, જનતા આ સંક્રમણને હલકામા ન લે. જો તમે બહાર હોવ તો 2 મિનીટ માટે પણ માસ્ક ન ઉતારવું . હું તમામને વિનંતી કરુ છુ કે ઘરની બહાર ન નીકળો કારણ આ બીજી લેહેર ખૂબ જ ચેપી છે. જે બે થી ત્રણ દિવસની અંદર ફેફસાં ની અંદર પ્રવેશ કરે છે. જેથી ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાત પડતી હોય છે. લોકો પોતાના લક્ષણને અનદેખા ન કરે છે. લોકોને વિનંતી છે કે લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લે અને જેથી સારવાર સમયસર ચાલુ કરી શકાય.
આ પણ વાંચો : VNSGU કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર બનાવાશે
વિસ્તારના નામ
સેન્ટ્રલ ઝોન - નાનપુરા
વરાછાઝોન - ભાગ્યોદય
વેસ્ટ ઝોન -પાલનપુર,જહાંગીરપુરા
નોર્થ ઝોન - કતારગામ, જીલ પાર્ક, અખંડાનંદ, ડભોલી, અમરોલી.
ઉધના ઝોન -મીરા નગર, વિજયનગર, નાનોબમરોલી, ભેસ્તાન.
અઠવા ઝોન - અલથાન, વેસુ અને પીપલોદ.
લિંબાયત ઝોન - મગોબ, ગોડાદરા અને ડીંડોલી.
આ પણ વાંચો : સુરતના સ્મશાનગૃહોમાં લાંબી કતાર, મૃતદેહો બારડોલી મોકલાયા
ગાઇડલાઇનનો ભંગ કરશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
આ વિસ્તાર વધારે સંક્રમિત હોવાથી સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ વિસ્તારના લોકોને ઘરેથી બહાર નીકળવા પણ અપીલ કરી છે. કમિશનરે સાફ કરી દીધું છે કે જે કોઈ ગાઇડલાઇન નો ભંગ કરશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેમના ઘરે કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ હોય તેઓ ઘરેથી બહાર નીકળી શકશે નહીં. જે વ્યક્તિ સંક્રમણ વધારવામાં જોવા મળશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.