સુરત : ગુજરાતમાં દારૂબંધી છે. તેને લઈને કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ કાયદાના રક્ષકો જ કાયદાની ધજીયા ઉડાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જેમાં એક નગર સેવકનો દારૂ પીને ડાન્સ કરતો કથિત વીડિયો વાયરલ થયો હતો. જેમાં વોર્ડ નંબર 19ના નગરસેવક પિયુષ શિવશક્તિવાળાનો નારગોલમાં આયોજીત દારૂની પાર્ટીમાં દારૂ પીને ડાન્સ કરતો કથિત વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. ભવિષ્યમાં આ મુદ્દે વિપક્ષ વિરોધ કરે તો પણ નવાઈ નહિ.
તેમાં ભાજપ પ્રમુખ નીતિન ભાજીયાવાળાએ નગરસેવકને શોકોઝ નોટીસ આપી દીધી છે. તેઓએ જણાવ્યું હતું કે, નગરસેવક સામે પગલાં ભરવામાં આવશે. તેમજ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. નગરસેવકનું કૃત્ય નિંદનીય અને અશોભનીય છે. જેમાં પ્રદેશ લેવલે રજુઆત કરી કાર્યવાહી કરવામાં આવશે.