ETV Bharat / city

સુરત ફાયર વિભાગ દ્વારા 190 ફ્લેટના પાણીનું કનેકશન કાપી નાખ્યું હોવાનો આક્ષેપ - Surat news

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રાઈમ પોઇન્ટ વડોદના રહીશોને ત્યાં અચાનક પાણી આવવાનું બંધ થતા લોકો દોડતા થઇ ગયા હતા. તેઓને બાદમાં જાણવા મળ્યું કે તે લોકોનું પાણીનું કનેક્શન ફાયર વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યું છે. તે વિસ્તારના રહીશો દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓ સહીત ભેસ્તાન ફાયર સ્ટેશને જઈને ફાયર વિભાગ વિરુદ્ધ હોબાળો કરાયો હતો.

Surat
Surat
author img

By

Published : Jan 20, 2021, 8:29 PM IST

  • સુરત ફાયર વિભાગે ફાયર સેફ્ટીના અભાવે 190 ફ્લેટના પાણીનું કનેક્શન કાપી નાખ્યું
  • અચાનક પાણી આવવાનું બંધ થતા લોકો દોડતા થઇ ગયા
  • ફાયર વિભાગે પાણીનું કનેક્શન કાપી નાખ્યું
    સુરત
    સુરત

સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલાં પ્રાઈમ પોઇન્ટ વડોદના રહીશોને ત્યાં અચાનક પાણી આવવાનું બંધ થતા લોકો દોડતા થઇ ગયા હતા. તેમને બાદમાં જાણવા મળ્યું કે તેમને ત્યાં પાણીનું કનેક્શન ફાયર વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યું છે. તે વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં મહિલાઓ સહીત ભેસ્તાન ફાયર સ્ટેશને જઈને ફાયર વિભાગ વિરુદ્ધ હોબાળો કર્યો હતો કે, પાણીનું કનેક્શન કેમ કાપવામાં આવ્યું, પાણી વગર કઈ રીતે ઘર ચલાવવું, પાણીની તો બધાને જરૂર પડે છે? આ તેમના પ્રશ્નો હતા.

લોકો દ્વારા ફાયર સ્ટેશનની બહાર હોબાળો કરવામાં આવ્યો

પાણી કનેક્શન કપાતા પ્રાઈમ પોઇન્ટ વડોદના રહીશોએ ત્યાં હોબાળો મચાવ્યો હતો. ત્યાંના લોકોનો આક્ષેપ છે કે, તેમને ત્યાં ફાયર સેફ્ટી નહી હોવાથી ફાયર વિભાગે પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. તેમને કોઈ નોટિસ કે કોઈ લેટર પણ નથી આપવામાં આવ્યો અને કોઈ પણ પ્રકારની પાણી કાંપની જાણ કરવામાં આવેલી નથી. તેમને ફાયર સેફટી લગાવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ SMC તેમને સાથ નથી આપતી.

તેમને ધક્કો ખવડાવવામાં આવે છે

પાણીનું કનેકશન કાપી નાખવાથી પ્રાઈમ પોઇન્ટ વડોદના 190 ફ્લેટના પાણીનું કનેક્શન કપાયા બાદ લોકો ફાયર સ્ટેશને ગયા તો ત્યાં એમ કહેવામાં આવ્યું કે તમે ઉધના ઝોનમાં જાઓ અને તેઓ ઉધના ઝોનમાં ગયા તો એમ કહેવામાં આવ્યું કે, તમે ભેસ્તાન ફાયર સ્ટેશને જાઓ. તેમને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંના SMC ખાલી ધક્કા ખવડાવ્યા કરે છે. જેથી તે લોકો હેરાન પરેશાન થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.