સુરત : આપ આદમી પાર્ટી (Surat aam aadmi party)ના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાવવા (Aap corporator join Bjp) બાદ ફરી ભાજપના સભ્યો આપના કોર્પોરેટરને ભાજપમાં આવવા લોભામણી લાલચ આપતા હોવાનો આરોપ કરાયો છે. પુરાવાઓ અને તથ્યો સાથે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પ્રેસ કોન્ફેરન્સ (Dharmesh bhanderi press conference) કરી છે. ભાજપના સભ્ય ભાવેશભાઈ ઝાઝડીયા આપના કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણાને લાલચ આપી રહ્યા છે તેવો આરોપ (AAP Allegation on BJP) મુકવામાં આવ્યા છે.
ભાવેશનો ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે ફોટો
આપ પક્ષે જણાવ્યું છે કે, કાઉન્સિલર ઘનશ્યામભાઈ મકવાણાને લાલચ આપી છે. ભાવેશ એવું કહે છે કે, આમ આદમી પાર્ટીમાં કાઈ રાખ્યું નથી. ભાજપમાં આવો. ભાજપમાં આવી પૈસા બનાવી લો. ભાજપના ભાવેશ એમ કહે છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કોલ રેકોર્ડિંગ અને તસવીરો જાહેર કરી આરોપ મુક્યા છે. વર્તમાન ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે તેમનો ફોટો છે. જેથી કહી શકાય છે કે આ ભાઈ ભારતીય જનતા પાર્ટીના જ છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકામાં જે આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેઠી છે. એને ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો
મોકો મળે એટલે પૈસા બનાવી લેતા
આવો મોકો બીજીવાર ના મળે. તમે આવતીકાલે ચૂંટાવ કે નહીં તમને કોઈ ચેરમેન બનાવી દેવાનું નથી. અત્યારે જે પૈસા બનતા હોય તે બનાવી લેવા જોઈએ. અમે આવી બધી વાતો ખૂબ જ કરતા હતા પણ મોકો મળે એટલે પૈસા બનાવી લેતા હતા. તમે આવી જાઓ ભારતીય જનતા પાર્ટીમાં તમારું સ્વાગત છે. એ ભાઈનું નામ છે ભાવેશભાઈ જાજડિયા, વોર્ડ નંબર 14ના યુવા મોરચાના પ્રમુખ છે. એમણે અમારા સભ્યને ખૂબ જ લલચાવાની કોશિશ કરી લોભ લાલચ આપી પરંતુ આમ આદમી પાર્ટીના ઈમાનદાર નગરસેવક ઘનશ્યામ મકવાણાનું રેકોર્ડિંગ લઈ લીધું.
આ પણ વાંચો: Asit vora resign: પેપરલીક કાંડ પછી GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ
લોકશાહીનુ ચીર હરણ થઈ રહ્યું છે
વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રેસ કોન્ફરન્સ કરવા પાછળનું કારણ હું ગુજરાતની જનતાને સંદેશો આપવા માગું છું. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત તથા સુરતના અલગ-અલગ ખૂણેથી અમને ફોન અને મેસેજ આવી રહ્યા છે, પરંતુ અમે અને અમારા સભ્યોએ એક જ વાત કરી રહ્યા છીએ અમે તમારી સાથે છીએ. અમે પ્રમાણિકતાથી આ જ રીતે કામ કરતા રહેશું એજ હું ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગું છું. આ લોકશાહીનુ ચીર હરણ થઈ રહ્યું છે. આપ સૌ ની નજરે જોઈ રહ્યા છે કે અમે ખૂબ જ મજબૂતાઈથી આ લોકોની સામે લડી રહ્યા છીએ. ગુજરાતને આ તાનાશાહી માંથી મુક્ત કરવાનું છે. એના માટેની આ લડાઈ છે.