સુરત: ગતરોજ કામરેજમાં આવેલા દાદા ભગવાન મંદિરમાં(Dada Bhagwan Mandir Kamarej) અખિલ ભારતીય કોળી સંગઠન 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિની ઉજવણી(Koli Samaj Golden Jubilee Celebration) કરવામાં આવી હતી. આજરોજ(સોમવારે) પ્રમુખ અજિત પટેલની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી સંગઠનની(All India Koli Samaj President ) જનરલ મીટીંગ મળી હતી. જેમાં કોળી સમાજના આગેવાન અને સરકારના પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરી દીધા હતા. પ્રમુખ અજીત પટેલ દ્વારા કુંવરજી બાવળિયાના સસ્પેન્ડ કરી દેતા કોળી સમાજમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
આ પણ વાંચો: કોળી સમાજમાં વિમલ ચુડાસમાને અપમાનિત કરવા બદલ રોષની લાગણી
કુંવરજી બાવળિયાએ બેનર અને લેટરહેડનો દૂર ઉપયોગ કર્યો - ભારતીય કોળી સમાજ સંગઠનના(Indian Koli Association) પ્રમુખ અજીત પટેલ એ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા દ્વારા બેનર અને હેડનો દૂર ઉપયોગ(Misuse of banners and heads) કરવામાં આવ્યો છે. જેથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાની વાત પાયાવિહોણી છે - કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન છોટુ પીઠાવાલાએ જણાવ્યું હતું કે, જે રીતે અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાની વાત છે એ એકદમ પાયાવિહોણી છે. કારણ કે અત્યારે જે લોકો હોદો લઈને ફરે છે એ લોકો બિલકુલ સોસાયટીના કાયદા વિરુદ્ધનું કાર્ય કરી રહ્યા છે. કારણ કે જે લોકો અત્યારે જે હોદાની વાત કરે છે એ પણ આ લોકો કાયદેસરની કાર્યવાહી કરીને લીધેલી નથી. અગાઉ પણ જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થયેલી તે બિલકુલ બિન કાયદેસર હોવાથી હાલમાં એ મુદ્દો કોર્ટમાં છે. કેવી રીતે આ લોકો તેમને સસ્પેન્ડ કરી શકે.
ગતરોજ યોજાયેલા કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા ગેરહાજર હતા - ઉલ્લેખનીય છે કે દાદા ભગવાનના મંદિરે યોજાયેલા સુવર્ણ જયંતિ ઉજવણીના મહોત્સવમાં અન્ય રાજ્યમાંથી પણ આગેવાનો હાજર રહ્યા હતા. રાજ્યમંત્રી મુકેશ પટેલ, ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળ, કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, ધારાસભ્ય ઝંખના પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પણ કુંવરજી બાવળિયા ગેરહાજર રહ્યા હતા.